
લોકશાહીના ચોથા સ્તંભની ઉપમા ધરાવતા પત્રકારત્વને જવાબદાર બનાવવું પડશે
નાગરીકો માટે એમની સંવેદનાઓને સ્વતંત્રતાને અભિવ્યક્ત કરવાનો પ્રાણ પત્રકારત્વ અને સમાચાર માધ્યમો છે, પ્રજાસતાક પ્રજાની નાગરીક ફરજો તથા જવાબદારી સુનિશ્ચિત કરી શકાય છે તો પત્રકારિતા અને જાહેર પ્રકાશન માધ્યમો માટે આચારસંહિતા, ફરજ, જવાબદારીઓ સુનિશ્ચિત હોવી જોઈએ
ભારતની પ્રજાસતાક પર્વના ૭૫ માં વર્ષના અમૃત વર્ષમાં સંવેદનશીલ ગણાતા લોકશાહીના ચોથા સ્તંભને આચાર સંહિતાનો શણગાર કરી ગણવેશમાં સજ્જ કરવાની આવશ્યકતા ઉભી થતી જાય છે,
લોકશાહીનો મુળ આધાર નાગરીક અધિકારો, નાગરીક સ્વતંત્રતા, નાગરીક સ્વાયત્તતા, નાગરીક અભિવ્યક્તિ આને નાગરીક ફરજો છે,
ભારતના સંવિધાનનુ આમુખ અદભુત છે, સ્વયં નું બંધારણ સ્વયં સ્વીકારીને સ્વયં પાલન કરવાની નાગરીક પ્રતિજ્ઞારૂપ સંવિધાન ભારતના પ્રત્યેક નાગરિકનું સ્વાભિમાન અને ગૌરવ છે,
પ્રજાસત્તાક લોકપ્રશાસનમાં કોઇ સ્વતંત્ર નથી પરંતુ એકબીજા સાથે જોડાયેલા રહીને સમાન નાગરિક અધિકારોના રક્ષણની ફરજોથી વણાયેલી સ્વતંત્રતા છે,
ભારતના નાગરીકની સ્વતંત્ર અભિવ્યક્તિને વ્યાપક સ્વરૂપ આપવા લોકશાહીના ચોથા સ્તંભની ભુમિકા ખુબ મહત્વની બની રહે છે,
સમાચાર માધ્યમો દિશા ચુકી જાય છે ત્યારે પક્ષપાત, વૈમનસ્ય, વાર વિવાદ, ભ્રષ્ટાચારની બિમારીઓથી લોકતંત્ર તૂટવા લાગે છે સમાચાર માધ્યમોમાં આચાર સંહિતા, નિશ્ચિત જવાબદારીઓ તથા ચોક્કસ ફરજો સુનિશ્ચિત નહીં હોવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાએ સ્વચ્છંદતા બનતી જાય છે,
ભારતમાં પત્રકારોને, સંપાદકોને, લેખકોને સંપુર્ણ સ્વચ્છતા મળી છે જેના પરીણામે પત્રકારત્વ ધંધો બની ગયું અને બેરોજગારીના બ્લેકમેઇલનુ શસ્ત્ર બની ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે,
પત્રકારો માટે, સમાચાર માધ્યમોના લેખકો, કટાર લેખકો, સંપાદકો માટે, વિડીયો તથા ફોટો ગ્રાફરો માટે કાયદાઓ અને નિયમો હોવા જરૂરી બની ગયા છે,
ન્યાયતંત્ર, લોકપ્રતિનિધિના જાહેર સેવક, રાજયસેવક,ને વેતન, ભથ્થા, પેન્શનની સુવિધા તેમજ લાભો આપવામાં આવે છે તેમ ચોથા સ્તંભને “જનતકેદારી સેવક” ની જવાબદારી નિશ્વિત કરીને વેતન, પેન્શન ભથ્થા આપવા આવશ્યક છે, પત્રકાર પણ જનસેવક છે ઉપરાંત જાહેર વ્યવસ્થાની ગેરરીતીઓ, અનધિકૃત પ્રવૃતિઓને ઉજાગર કરીને વ્યવસ્થા તંત્ર ઉપર જન તકેદારીની પ્રવૃતિ કરીને લોકશાહી જીવંત રાખવા જનસેવા કરે છે,
પત્રકારની ચોક્કસ આચાર સંહિતા નિશ્ચિત કરવા કાયદાના નિયમોથી પત્રકારની ઓળખ પ્રસ્થાપિત થવી જોઇએ, સમાચાર માધ્યમોની આચાર સંહિતા અને જવાબદારીઓ નિશ્ચિત થવી જોઇએ,
જનતકેદારી સેવક તરીકે ભારતના સંવિધાનનુ પાલન કરવાની, સંવિધાનના આમુખને આત્મસાત કરવાની જવાબદારી સૌથી પહેલા પત્રકારોની રહેલી છે,
ભારતના રાજ્યોમાં અમલમાં રહેલા કાયદાઓની જાણકારી, સરકારી પદોની જાણકારી, રાજયસેવક જવાબદારી તથા ફરજોની જાણકારી પત્રકારોને હોવી જોઇએ અને તે માટે સરકારની નિયત વ્યવસ્થા બનવી જરૂરી છે,
પત્રકારો માટે યુનિફોર્મ (ગણવેશ) નક્કી કરવો જોઈએ તેમજ ચોક્કસ સ્લોગન ચિન્હ પણ નિશ્ચિત થવી જોઇએ, પ્રજાસત્તાક સ્વતંત્રતાનો ખરાબ આને દુર ઉપયોગ સમાચાર માધ્યમો દ્વારા કરવામાં આવી રહ્યો છે,
સમાચાર માધ્યમો ફક્ત માધ્યમ નથી પણ લોકતંત્રની સ્વતંત્ર જવાબદારી છે તેથી પત્રકાર, સંપાદક, પ્રકાશક,ની કામગીરી માટે વિશેષ અધિનિયમથી નિયમો હોવા જોઇએ,
જન તકેદારી સેવક તરીકે પત્રકારિતાના ચોથા સ્તંભને સ્વચ્છંદ બનતો અટકાવવો પડશે, કાયદાઓની અજ્ઞાનતા, સ્વતંત્રતાની બેદરકારી, નિયમો વિનાની અભિવ્યક્તિ, પરિણામના વિચાર વિનાનું પ્રકાશન લોકશાહીને વિકૃત બનાવી રહી છે,
આજની સ્થિતિએ સમાચાર માધ્યમો તથા પત્રકારોના કોઇ સિધ્ધાત કે નીતિ નક્કી નથી, પ્રકાશનોને પ્રમાણભુત કરવાની વ્યવસ્થા નથી તેથી પત્રકાર હંમેશા જાહેર સેવક અને રાજયસેવક સામે ઘર્ષણમાં રહે છે,
પ્રજાસત્તાક વ્યવસ્થામાં નાગરીકોના કરવેરાથી સમગ્ર રાષ્ટ્ર ચાલે છે, નાગરીકોના મતદાનથી જાહેર સેવકો ચૂંટાયને લોકતંત્રનુ સંચાલન વહન કરે છે દરેક ફરજ આને જવાબદારી કાયદાઓ તથા નિયમોથી સુનિશ્ચિત કરવામાં આવેલી છે તેથી તેઓને વેતન વળતર પેન્શન મળવાપાત્ર છે પરંતુ પત્રકારો, સંપાદકો, પ્રકાશકોની જવાબદારી તથા ફરજો નક્કી કરવામાં આવી નથી તેથી વેતન, વળતર, ભથ્થા, પેન્શન મળવાપાત્ર બનતું નથી,
ન્યાયપાલીકાના ન્યાયસેવકો, લોકપ્રતિનિધિત્વના જાહેર સેવકો, કાયદાઓનું પાલન કરનારા રાજ્ય સેવકો જે રીતે જાહેર જનતાની સેવાઓ માટે નિમાયેલા છે એજ રીતે સ્વાયત્ત સ્વતંત્ર મનસ્વી રીતે પત્રકારો જનસેવા કરે છે, નાગરીક વતી નાગરીકોની, સમુદાયોની, વ્યવસ્થાઓની, જાહેર પ્રવૃતિઓની અભિવ્યક્તિ કરીને લોકશાહી જીવંત રાખે છે,
સ્વચ્છંદ, મનસ્વી બની રહેલા સમાચાર માધ્યમોમાં અનેક સામાજીક પ્રવૃતિ વધી રહી છે, અનધિકૃત પ્રવૃતિઓ વધી રહી છે, સ્વચ્છંદતા વધી રહી છે, વિકૃતિઓ વધી રહી છે, લે ભાગું તત્વો ગુનાહિત પ્રવૃતિઓને નિર્વાહનુ માધ્યમ બનાવી રહ્યા છે, સમાજમાં તથા વહિવટી તંત્રની ગેરકાયદેસરની પ્રવૃતિઓ સાથે સમાધાનકારી વલણ અપનાવી રહ્યા છે જેના પરીણામે આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ને કારણે વિકૃતિઓ, પક્ષપાત, વૈમનસ્ય, અનધિકૃત પ્રવૃતિઓનો વ્યાપક ફેલાવો થાય છે જે લોકશાહી અને પ્રજાતંત્ર માટે જોખમી બની રહેશે,
રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા સંસદ થતાં વિધાનસભાઓમાં પત્રકારો માટે, સમાચાર માધ્યમો માટે અધિનિયમ ઘડવા આવશ્યક બની ગયા છે, ટેકનોલોજીના ઝડપી તથા ખતરનાક વ્યાપને કારણે અભિવ્યક્તિની સ્વતંત્રતાને નિયમોથી જવાબદાર બનાવવા પડશે,
પત્રકારને કોઇ પક્ષ હોતો નથી, પત્રકાર નિષ્પક્ષ હોય છે, પત્રકારની જાતી ધર્મ રીવાજ કે માન્યતાઓ હોતી નથી, લોકશાહી માટે જન તકેદારી એજ પત્રકારનો ધર્મ છે એજ પત્રકારનું કર્તવ્ય અને ઉત્તરદાયિત્વ છે,
જાહેર અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો પ્રાણ છે તેમજ લોકશાહીની ચોથી જાગીરના જનતકેદારી સેવક એવા પત્રકારો લોકશાહીનુ હ્રદય છે,
ભ્રષ્ટાચાર, રીશ્વતખોરી, ગુનાખોરી, કૌભાંડો, વાદ વિવાદ, વૈમનસ્ય, અનધિકૃત પ્રવૃતિઓથી દેશ ખોખલો બની રહ્યો છે, પ્રજાસત્તાક તંત્ર સરમુખત્યારશાહી તરફ ધકેલાય રહ્યું છે ત્યારે પત્રકાર અને સમાચાર માધ્યમોએ ભારતના સંવિધાનનુ તથા આમુખનુ સંજ્ઞાન લઈને જનતકેદારી સેવક તરીકેની જવાબદારી, કર્તવ્ય નિભાવવા સંકલ્પ કરવો જોઇશે,
લોકશાહી નહીં રહે, સંવિધાન સુરક્ષિત નહીં રહે, તો સ્વતંત્રતા અને અભિવ્યક્તિ પણ નહીં રહે, લોકશાહી છે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો સમાચાર માધ્યમો છે સમાચાર માધ્યમો છે તો પત્રકારોનુ અસ્તિત્વ છે, એટલે સુચારૂ લોકતંત્રને સુરક્ષિત રાખવા પત્રકારો જનતકેદારી સેવક તરીકે કર્તવ્ય નિભાવવા સંકલ્પ બંધ બનવું જોઇશે,
રાષ્ટ્ર ચિહ્નમાં ચાર સિંહ છે જેમાં એક સિંહ ક્યારેય દેખાતો નથી પણ લોકતંત્ર અને સ્વતંત્રતાના એ ચોથા સિંહના બળ આધાર ઉપર લોકશાહી જીવંત છે, ચોથો સિંહ રહેશે નહીં, ચોથો સિંહ ફરજ નિષ્ઠ બનશે નહીં, ચોથો સિંહ જવાબદાર બનશે નહીં, તો ભવિષ્યમાં લોકતંત્ર પણ સરમુખત્યાર તંત્ર બની જશે.










