GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: જસદણ-કમળાપુર રોડ પરથી ધરાશાયી થયેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવાયો

તા.૧૮/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: હાલ હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના વિવિધ વિસ્તારોમાં વધુ ગતિથી પવન ફૂંકાવાની અને માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ જસદણ, ગોંડલ વગેરે પંથકમાં માવઠા થયા છે તો, રાજકોટ શહેરમા પણ ધીમી ધારે વરસાદ તેમજ આંધીની સ્થિતિ સર્જાઈ હતી.


જસદણ તાલુકાના કમળાપુર- જસદણ રોડ ઉપર પણ ભારે પવનના કારણે પીપળાનું મોટું ઝાડ ધરાશાયી થયું હતું. રાજકોટ જિલ્લા વહીવટીતંત્રએ ઝાડને સ્થળ ઉપરથી તાત્કાલિક જે.સી.બી. દ્રારા ખસેડાવી વાહન વ્યવહાર તાત્કાલિક પૂર્વવત ચાલુ કરાવ્યો હતો. તંત્ર દ્વારા સતત ખડેપગે કાર્યવાહી કરીને જનજીવનને પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી છે, તેમ જસદણ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








