
રાજપીપલા નજીક વડીયા ગામની તુલસીધામ સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને મુશ્કેલી
વડીયા જકાતનાકા થી રસ્તો બનાવ્યો ત્યારે રસ્તાની બંને બાજુ પુરાણ નહિ કરતા પાણી ભરાય છે
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળામાં ઘણા દિવસો બાદ આજે મેઘરાજાએ આગમન કર્યું છે ત્યારે વડીયા ગામે તુલસી ધામ સોસાયટી માં પાણી ભરાઈ જતાં રહીશોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે 
છેલ્લા બે વર્ષથી વડીયા જકાતનાકા થી વડીયા ગામ જવાના રસ્તે વરસાદી પાણી ભરાઈ જતાં રહીશોને મુશ્કેલી પડતી હતી અહીંયા કચો રસ્તો હોવાથી કિચડનું સામ્રાજ્ય ફેલાયું હતું જ્યારે વધારે વરસાદ પડે તો પાણી ભરાતું અને પાણી ઉતરે ત્યારે કીચડ જામ થતું હવે આ જગ્યાએ નવો રસ્તો બનાવી દેવાયો છે પરંતુ રસ્તાની આજુબાજુ નો વિસ્તાર માં પુરાણ નહિ કરવામાં આવતા ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે રહીશોને રસ્તાથી ઘર સુધી જવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે પંચાયત દ્વારા ખાડા માં પુરાણ કરાવી સમસ્યાનું નિવારણ લાવવા રહીશો માંગ કરી રહ્યા છે






