
યોગેશ કાનાબાર રાજુલા…
રાજુલા સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રાજુલા શહેરમાં રાજુલા પટેલ વાડી ખાતે આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 149 મી જન્મ જયંતી નિમિત્તે રાજુલા સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં આજરોજ બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરેલ આ કેમ્પમાં મહુવા નવકાર બ્લડ બેન્ક દ્વારા પોતાની સેવા આપવામાં આવેલી રાજુલા પટેલ સમાજ દ્વારા આવી રીતે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે રાજુલા પટેલ સમાજ દ્વારા આ સાતમો બ્લડ કેમ્પ યોજાયો તેવું સરદાર પટેલ યુવા ગ્રુપના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ

આજના આ કાર્યકમ માં 76 બોટલ બ્લ્ડ એકત્રિત થવા પામેલ ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનાવવા
હેમલ વસોયા દર્શક કસવાળા અલ્પેશભાઈ સુહાગીયા અંકિત વેકરીયા પ્રફુલભાઈ કસવાળા પંકજ કાછડીયા ભાર્ગવ કસવાળા સાગરભાઇ સાવલિયા જીતેન્દ્રભાઈ બાલધા હાર્દિક સાવલિયા અમિતભાઈ સોજીત્રા હાર્દિક વસોયા શિવમભાઈ સાવલિયા ચિંતનભાઈ કેવડીયા ભાવેશ નારોલા જીગ્નેશ કાકડીયા તેમજ સરદાર પટેલ યુવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ ભારે જહેમત ઉઠાવેલ









