BANASKANTHAKANKREJ

થરામાં હોમગાર્ડઝના પરિવારને ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડ માંથી ચેક અર્પણ કરાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના દક્ષ પ્રજાપતિ સમાજ રત્ન પ્રજાપતિ સામતભાઈ સગરામભાઈ હોમગાર્ડઝ થરા યુનિટમાં ફરજ બજાવતા હતા તેઓ સવંત ૨૦૭૮ ના આસો સુદ-૮ સોમવાર તા.૦૩/૧૦/૨૦૨૨ના રોજ ૪૭ વર્ષે અવસાન થતાં પત્ની તથા બે પુત્રો નોંધારા થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સ્વ.સામતભાઈ પ્રજાપતિને ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ કલ્યાણનિધિ ફંડમાંથી વારસદાર નર્મદાબેન સામતાભાઈ પ્રજાપતિને આજરોજ તા ૧૫/૦૬/૨૦૨૪ ના રોજ સવારે બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના હસ્તે ૨,૦૫,૦૦૦/- રૂપિયાનો ચેક અર્પણ કરેલ.ત્યારે થરા હોમગાર્ડઝ યુનિટના કમાન્ડિંગ જે.બી.સુથાર હોમગાર્ડઝ દિનેશભાઈ ચૌહાણ સહિત પરિવારજ નો ઉપસ્થિત રહેલ. જે.બી.સુથારે જણાવ્યું કે મેં મારી ફરજ બજાવી ઋણ અદા કર્યું છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button