
રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં રખડતા પશુઓનો મુદ્દો ગુંજ્યો : નગરમાં ૫૦૦ થી વધુ રખડતા પશુઓ !!?
રાજપીપળામાં આવેલ ઢોર ડબ્બામાં ૪૦ પશુ પુરાય તેટલીજ કેપેસીટી : પાલિકા પ્રમુખ
રાજપીપળા : જુનેદ ખત્રી
આજે રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સામાન્ય સભા નું આયોજન કરાયું હતું જેમાં વિવિધ વિકાસના કામોની ચર્ચાઓ કરાઈ હતી નગરમાં ચાલી રહેલ વિકાસના કામોની સમીક્ષા ઉપરાંત પૂરા થયેલા કામોના લોકાર્પણ બાબતે ચર્ચાઓ કરાઈ હતી
રાજપીપળા નગરમાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે જે બાબતે પ્રમુખ કુલદીપસિંહ ગોહિલને સવાલ પૂછતા તેઓએ ખુદ કબૂલ્યું કે રાજપીપળા નગરમાં ૫૦૦ થી વધુ રખડતા પશુઓ છે જે બાબતે એક અઠવાડિયા પહેલાં કમિટી બનાવીને ઢોર પકડવાનું કામ ચાલુ છે એટલા બધા ઢોર રખડતા હોઈ એક મહિના જેટલો સમય લાગશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું ઉપરાંત ઢોર માલિકોને નોટિસો પણ અપાઈ હોવાનું જણાવ્યું હતું
સામાન્ય રીતે પાલિકા ની ઢોર પકડવાની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉભા થાય છે જેમ કે રાત્રે પકડેલા ઢોર ફરી છુટ્ટા ફરતા જોવા મળે છે ત્યારે લોકોમાં કુતૂહલ સર્જાયું છે કે શું પાલિકા ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી કરે છે ત્યારે આ બાબતે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ઢોર ડબ્બાની કેપેસીટી ૪૦ ઢોર પુરાય તેટલીજ છે જ્યારે વધારે ઢોર પકડાય ત્યારે ગામ બહાર છોડી દેવામાં આવે છે આ પશુઓ પાછા ગામમા આવી જાય છે ! અગામી સમયમાં મોટો ઢોર ડબ્બો બનાવવા અથવા ગૌશાળા બનાવવા દરખાસ્ત મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું રખડતા પશુઓના કારણે અગાઉ કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે પાલિકા કોઈ નક્કર પગલાં લેશે કે કેમ તે મોટો સવાલ છે !?
બોક્ષ મેટર…
*** ઢોર માલિકો બેફામ બન્યા ???
થોડા દિવસ અગાઉ જાણવા મળ્યું હતું કે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઢોર ડબ્બાનું તાળુ તોડી ઢોરો છોડાવી લઈ ગયા હતા ઢોર ડબ્બાને નુકશાન પોહચાડ્યું હતું ત્યારે આ બાબતે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં લેખિત ફરીયાદ આપી હોવાનું પણ પ્રમુખે જણાવ્યું છે