
રાજપીપળા પાલિકા પેટા ચૂંટણીમાં ઉપિયોગ થનાર EVM ચકાસણી કરી સ્ટ્રોંગ રૂમમાં મુકાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ ૦૬ ના સભ્યનું મૃત્યુ થતાં ખાલી પડેલ એક બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીમાં ઉપયોગ થનાર ઇવીએમ મશીનની આજે ચકાસણી કરવામાં આવી હતી અને ઇવીએમ મશીનને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા
રાજપીપળા મામલતદાર કચેરીએ આવેલ સ્ટ્રોંગ રૂમમાં એવી એમની ચકાસણી કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા ઉપરાંત તંત્ર દ્વારા ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓ આરંભવી દેવામાં આવી હતી અગામી ૦૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ નગરપાલિકાની પેટા ચૂંટણી હોય વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે
[wptube id="1252022"]






