
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે કચેરી સ્વચ્છતા અભિયાન અન્વયે રિવ્યુ બેઠક યોજાઇ

મહીસાગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાન અન્વયે બેઠક યોજાઇ હતી. જેમાં કચેરી સ્વચ્છતાના મુખ્ય છ પેરામીટર્સ વિશે વાત કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, કચેરીમાં ફાઇલ વર્ગીકરણ, તુમાર નિકાલ, બિન ઉપયોગી ભૌતિક વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ તેમજ પોતાની કચેરી આસપાસનાં વિસ્તારને સુંદર બનાવવાનું આયોજન કરવા બાબતે સૌ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કચેરી સ્વચ્છતા અભિયાનમાં પ્રત્યેક કચેરીનાં વડાને પોતાની કચેરીની સ્વચ્છતા બાબતે કામગીરી કરી રિપોર્ટીંગ કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઝુંબેશ અન્વયે તાલુકા તથા જિલ્લા કક્ષાએ સમિતીની રચના પણ કરવામાં આવી છે. જે સમિતી વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી સ્વચ્છતા કામગીરીની સમીક્ષા કરશે.









