
ભિલવશી ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી ઝડપાઈ: આરોપીઓ ભાગી ગયા
રાજપીપળા: જુનેદ ખત્રી
રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ગોરા રેન્જ ફોરેસ્ટ અધિકારી દ્વારા ભીલવસી ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડાની ચોરી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૦૩/૦૨/૨૦૨૩ નાં રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન ગોરા રેંજ ફોરેસ્ટર ઓફિસર વિરેન્દ્રસિંહજી ઘરીયા તથા ગોરા રાઉન્ડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ઘરીયા એ બાતમીના આધારે રાત્રીનાં ૧૧:૩૦ કલાકે કંમ્પાર્ટમેન્ટ – ૪૯ ભીલવશી ગામે રેવન્યું સર્વે નંબરમાં ગેરકાયદેસર રીતે ખેરનાં અનામત વૃક્ષો કાપી તેનું ઘડતર કામ કરી કાથાની ફેક્ટરી સુધી પહોચાડવાના આશયે ખેરનાં લાકડાની ચોરી ઝડપી પાડી છે જેમાં અંદાજીત રૂ. ૧૯૫૦૦/- નો ખેરના લાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચોરીના ઇરાદે ખેરના લાકડા કાપનાર આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા ત્યારે ગુનો દાખલ કરી આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે






