
દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે આગામી લોકસભા ચૂંટણી માટે ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે ભાજપ માટે મત માંગવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની અરજી પર સુનાવણી કરશે.
જસ્ટિસ સચિન દત્તા આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. આ અરજી વ્યવસાયે વકીલ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરવામાં આવી છે.
જોંધલેએ ઈસીઆઈને પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટ હેઠળ વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણીમાંથી ગેરલાયક ઠેરવવા માટે નિર્દેશની માંગ કરી છે. તેમને “ધાર્મિક દેવી-દેવતાઓ અને પૂજા સ્થાનોના નામે” મત માંગવાથી રોકવા માટે વધુ એક નિર્દેશ માંગવામાં આવી છે.
જોંધલેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ એફઆઈઆર નોંધવા અને તેમને ગેરલાયક ઠેરવવા ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ ECI સમક્ષ ફરિયાદ કરી હતી.
જો કે, તેમનો આરોપ છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. તે બાદ તેણે આ અરજી દાખલ કરી હતી.










