ગોધરાની કુખ્યાત તાડપત્રી ગેંગને ઝડપી પાડી નર્મદા જિલ્લા સહિત કુલ ૦૯ ચોરીના ભેદ ઉકેલતી એલસીબી નર્મદા

ગોધરાની કુખ્યાત તાડપત્રી ગેંગને ઝડપી પાડી નર્મદા જિલ્લા સહિત કુલ ૦૯ ચોરીના ભેદ ઉકેલતી એલસીબી નર્મદા
ખામર ચોકડી પાસે એગ્રો બીઝનેશ સેન્ટર ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ૧૧.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના આમલેથા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ખામર ચોકડી પાસે એગ્રો બીઝનેશ સેન્ટર નામના ગોડાઉનનું શટર તોડી ગોડાઉનમાં મુકેલ દવા છાંટવાના બેટરીવાળા પંપ તથા પેટ્રોલ બોટ મશીન તથા જુદી-જુદી જંતુનાશક દવાઓની ઘરફોડ ચોરી ની ઘટના બની હતી આ ઘટના ની તપાસ જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા દ્વારા એલ.સી.બી.શાખાની અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના ખાનગી તથા સરકારી સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતાં એક શંકાસ્પદ આઇશર ટેમ્પો રજી.નં. GJ 07 Y2 4848 નો મુદ્દામાલ લઇ જતો હોવાનું જણાઈ આવતાં આઇસરના માલીક ની તપાસ કરતા ટેમ્પો બે ઈસમોએ વેચી દીધેલ હોવાનું જાણવા મળ્યું આ ટેમ્પો આરોપી મુસ્તાક ઉર્ફે ફટાકી એ ખોટું નામ જણાવી ખરીદ્યો હોવાનું પોલીસને માલૂમ પડતાં ઘરફોડ ચોરીમાં મુસ્તાક ઉર્ફે ફટાકી અહમેદ ભાગલીયા રહે.ગોધરાનો હોવાની હકીકત જાણવા મળેલ જેથી ગોધરા સ્થાનિક પોલીસ તથા બાતમીદારોથી હકીકત મેળવતા સદર મુસ્તાક ઉર્ફે ફટાકી અહમેદ ભાગલીયા તથા સુલેમાન ઉર્ફે સુલેમાન કઠડી ઉર્ફે સલમાન અબ્દુલગની ઘાંચીનાઓ કુખ્યાત તાડપત્રી ગેંગ ઓપરેટ કરતા હોવાની હકીકત મળતા એલ.સી.બી. નર્મદાની ટીમ દ્વારા ગોધરા તથા હાલોલ વિસ્તારમાં સદર તાડપત્રી ગેંગને પકડવા તપાસ દરમ્યાન હાલોલ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી ખાનગી બાતમીદારથી માહીતી મળેલ કે, સદર તાડપત્રી ગેંગ દ્વારા ૧૨ થી ૧૪ દિવસ પહેલા કોઇ જગ્યાએથી ગોડાઉન તોડી સામાનની ચોરી કરેલ. પરંતુ સદર ચોરીનો સામાન આ ગેંગ દ્વારા હાલોલ-ગોધરા કે અન્ય જગ્યાએ વેચાયેલ ન હોય જેથી આડા-અવડી જગ્યાએ છુપાવી રાખેલ આ તાડપત્રી ગેંગ આ ચોરીનો સામાન આઇશર ટેમ્પોમાં ભરી હાલોલ થી નીકળી બોડેલી-નસવાડી થઇ મહારાષ્ટ્ર અથવા ભરૂચ તરફ ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા નીકળી ગયેલ હોવાની ચોક્કસ બાતમી હાલોલ ખાતેની એલ.સી.બી. સ્ટાફની ટીમને મળતા એલ.સી.બી. નર્મદાનાની બીજી ટીમ દ્વારા છોટાઉદેપુર જીલ્લાની બોર્ડરથી નર્મદા જીલ્લાના અલગ-અલગ હાઇવે ઉપર વોચમાં હતા, દરમ્યાન બાતમીવાળો આઇસર ટેમ્પોને ગોધામ ચેક પોસ્ટ ખાતે ટ્રેસ કરી રોકેલ તે દરમ્યાન હાલોલ ખાતેની ટીમ પણ આવી પહોંચતા સદર આઇસર ટેમ્પો તથા અંદર બેસેલ ઇસમોની પુછપરછ કરતાં આઇસરમાં ભરેલ સામાન બાબતે સંતોષકારક જવાબ નહી મળતા સદર આઇસર ટેમ્પામાં બેસેલ ચાર ઇસમો તથા આઇસર ટેમ્પોની ઝડતી તપાસ કરતાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૧,૧૫,૬૫૭ /- નો કબજે કરી આરોપીઓને અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરાઇ છે
*** પકડાયેલ આરોપીઓ
૧) સલીમ ઉર્ફે સલમાન યુસુફભાઇ જરદા રહે. ગોધરા
૨) મુસ્તાક ઉંર્ફે ફટાકી અહંમેદ ભાગલીયા હાલ રહે. અમદાવાદ મૂળ રહે. ગોધરા
૩) મુસ્તકીમ અહમદ પીરખા રહે, કઠલાલ મૂળ. રહે. ગોધરા
૪) ફરીદમીયા ઉર્ફે ફરીદ દાલ-ચાવલ હુસેનમીયા કુરૈશી રહે. કસાઇવાડા, કઠલાલ ખેડા
*** આરોપીઓ કઈ રીતે આપતા ચોરીને અંજામ …..
ગોધરા તથા ખેડા જીલ્લા તથા રાજસ્થાન તેમજ હરિયાણાના માણસોને ટીપ આપી ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાંથી સ્ટેટ તથા નેશનલ હાઇ-વે ઉપરથી ખુલ્લી જગ્યામાંથી કિંમતી સામાનની ચોરી તેમજ નાના-નાના શહેરના ભાગોળે આવેલ ગોડાઉનના તાળા કાપી કિંમતી સામાનની ચોરી તેમજ નેશનલ તથા સ્ટેટ હાઇ-વે ઉપરની હોટલ-ધાબાના પાર્કિંગમાં રહેલ ટ્રકોની તાડપત્રી કાપી કિંમતી સામાન ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડીંગ ધરાવે છે અને ચોરી કરેલ સામાન ગોધરા અથવા હાલોલ જી.આઇ.ડી.સી, વિસ્તારમાં બીજા વાહનોમાં હેરફેર કરી ચોરીનો સામાન વેચી નાખતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે
બોક્ષ મેટર
** સલીમ ઉર્ફે સલમાન ગોધરાકાંડ રમખાણનો કુખ્યાત આરોપી અન્ય આરોપીઓ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા
આરોપી સલીમ ઉર્ફે સલમાન યુસુફભાઇ જઈ રહે. મેદા પ્લોટ અબુબક્કર રોડ ગોધરા વિરુધ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મળી કુલ ૧૬ ગુના નોંધાયેલ છે ઉપરાંત ગોધરા રમખાણોના કેસમાં સને ૨૦૦૨માં ગુનાના કામે સને- ૨૦૧૧ થી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ત્યારબાદ સને-૨૦૨૧ થી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા માં પાકા કામના કેદી તરીકે સજા ભોગવે છે. પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મજકુર વિરૂધ્ધ જેલ પ્રતિબંધીત ચીજવસ્તુ રાખવાના કુલ- ૪ ગુના દાખલ થયેલ છે, તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ જમ્પ કરેલ હોય તેમજ હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી તા.૨૨/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ સુધી દિન-૭ ની પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ અને પેરોલ રજા પુર્ણ થયા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર નહી થઇ પેરોલ રજા ઉપરથી આજદિન સુધી ફરાર થયેલ હતો ઉપરાંત આરોપી મુસ્તાક ઉર્ફે ફટાકી અહમેદ ભાગલીયા વિરુધ ગુજરાત મહારાષ્ટ્ર મળી કુલ ૦૯ ગુના નોંધાયેલ છે જ્યારે આરોપી મુસ્તકીમ અહમદ પીરખા વિરુધ ગોધરા શહેરમાં ત્રણ ગુના નોંધાયેલ છે આરોપી ફરીદમીયા ઉર્ફે ફરીદ દાલ ચાવલ વિરુધ બે ગુના નોંધાયેલ છે






