
હાલમાં આધુનિક ટેકનોલોજીની ખરાબ અસર અને પર્યાવરણનાં સંતુલનના અભાવે ચકલીઓ સહિત નાના અબોલ પક્ષીઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. જેની જાળવણી માટે કેટલીય સંસ્થાઓ કાર્યરત છે.
આ સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા ખાતે “વિશ્વ ચકલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહાવીર જીવ કલ્યાણ કેન્દ્ર સેવા ગ્રુપ સંસ્થા દ્વારા શાળાના બાળકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં બાળકોએ જાતે સુંદર ચકલીઘર પણ બનાવ્યા હતા. “એક મુઠ્ઠી ચણ થી કરીશું ચકલી દિનની ઉજવણી” ની થીમ આધારે અંદાજિત 220 કિલો ચણ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચકલીઘરના દાતા રામજીભાઈ પુરોહિત અને ચંદ્રિકાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્ર ભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ અને સમગ્ર સ્ટાફ ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતુ.








