ડીસાના થેરવાડા ગામે નવવષેથી પૂરમાં ધોવાયેલું નાળું આજે પણ જેસે થે હાલતમાં !
આજદિન સુધી નાળાનું સમારકામ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ

ભરત ઠાકોર ભીલડી
તંત્ર તમે લાગે વાગતાં અધિકારી અનેક વખત રજુઆતો કરવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
ડીસા તાલુકાના થેરવાડા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૧૫ માં આવેલ પૂરના કારણે વરસાદી પાણીનો માર સહન ન કરી શક્યું હતું અને વરસાદી પાણીની સાથે નાળું તૂટીને પાણીમાં જતું રહ્યું હતું. થોડા સમય બાદ જ્યારે પાણીનું વહેણ બંધ થયું ત્યારે ફરીથી ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાંનિક તંત્રને નાળું બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. વર્ષ ૨૦૨૧માં આવેલા ભારે વરસાદના કારણે આ નાળું તૂટેલો હોવાથી તમામ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. આથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે નાળું તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. સરકાર દ્વારા ચોમાસુ નજીક આવશે તારે પિમોસિમ કામગીરી કરવામાં આવશે પરતૂ ડીસા ગ્રામિણ વિસ્તારોમાં ચોમાસાની કોઈ કામગીરી કરવામાં આવી નથી તારે વાત કરવાજીતો ડીસા તાલુકાના થેરવાડા ગામ થેરવાડા થી ઝેરડા જતો રોડ પર એક નાલાનુ કામ કરવામાં આવુ હતુ પણ વરસાદ નું પાણી થી છેલ્લા નવ વર્ષથી નાલુ ધોવાઈ ગયું છે પરંતુ તંત્ર દ્વારા નાલા નું સર્વ કરી ને ગયા પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી અને
બનેલા નાળા ઉપર પહેલા ભારે વરસાદ થવાથી નાળો બનતા સમગ્ર નાળા પર તિરોડો ખાડા પડેલ છે આ નાળા ઉપર બનાવેલ રોડ બાઈવાડા વિઠોદર જાવલ જેવા ગામે ઝેરડા થી થેરવાડા રોડ જોડેલ છે અગાઉ નાળુ બનતા માત્ર નામ બન્યું છે એટલું જ નહી. નાળા ની સાઈડ માં પાણી ના ધસમસતા પ્રવાહ ના કારણે ઊંડા ખાડા પડી ગયા છે વાહન ચાલકો. માટે આગળ ખાઈ અને પાછળ કુવા જેવા ઘાટ ધડાવે છે અગાઉ રજુઆત કરવા છતાંય કોન્ટ્રાક્ટર અને તંત્ર ની મિલી ભગત થી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા નાળા માં ગુણવતા વગર નો હલકો માલ વાપરી શોભા ના ગાંઠિયા જેવું કામ કરેલ છે અને આ બાબત્તે થેરવાડા ઝેરડારોડ વચ્ચે
વ્યવસ્થિત નાળો બનાવવા માં આવે તેનું સમાર કામકરવા માટે કાર્યપાલક ઈજનેર સાહેબ માર્ગ અને મકાન પંચાયત વિભાગ માં રજુઆત કરી છે પણ હજુ સુધી તંત્ર દ્વારા આ નાળા ની તાપસ કે સમાર કામ થતું નથી તો આ નાળા નું સમાર કામ કરવામાં આવે એવી ગામ જનોની માગણી છે ગામ
થેરવાડા થી ઝેરડા જતો રોડ માં વચ્ચે નાળુ બનાવવા માં આવેલ છે નાળા ની આજુ બાજુ ત્રણ તળાવ આવેલ છે અને પશ્ચિમ ભાગ માં પ્રાથમિક શાળા આવેલ છે તેમાં આશરે 500 જેટલા જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો ચોમાસા ના વરસાદ ના પાણી નો માર હોવાથી નાળો તૂટી ગયેલ છે તો તંત્ર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળો માલ વાપરી અને વ્યવસ્થિત નાળા નું સમાર કામ કરે એવી ગામ લોકો ની માંગ છે
બોક્સ – શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને જોખમ
થેરવાડા પ્રાથમિક શાળામાં ૫૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ પ્રાથમિક શાળા નાળાને અડીને આવેલ છે ત્યારે ચોમાસાનું પાણી શાળામાંથી પસાર થઈને સીધું નાળાની બહાર જાય છે.
બોક્સ – ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વરસાદનું પાણી અમારા ઘરમાં ઘુસે આ નાળું ઘરની નજીક છે અને બારોટ સમાજના,અને દલિત સમાજના ,વાલ્મિકી સમાજના ઘર આવેલ છે વરસાદનું પાણી ઘરમાં ના ઘુસે એટલે ચોમાસામાં અમે વરસાદનો માહોલ અમે રાત્રે ઉંઘતા નથી. આ બાબતે સરકાર બે હાથ જોડીને વિનંતી તાત્કાલિક ધોરણે નાળા સામારકામ થાય તેવી માંગ કરી છે. વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે નાળું તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે.
બોક્સ – થેરવાડા ગામના તળાજી મોબતાજી પરમાર (ઠાકોર) જણાવ્યું હતું કે આ ખાડામાં બે આખલો અને એક ગાય પડીને તે મૃત્યુ પામેલ હતી ત્યારે બીજી વખત એક ગાય પડી હતી ત્યારે મેં અને થેરવાડાગામના મિત્ર મંડળ ભેગા થઈને લોડર મશીન દ્વારા ગાયને બહાર લાવીને રાજપુર પાંજરાપોળ ની એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી
તો સરકારશ્રી વિનંતી છે મારી કે ચોમાસુ નજીક આવેલું છે આ તો ગાયને આખલા જ પડે છે પણ કોઈ નિર્દોષ માણસ પડીનેજાઈ તો જવાબદાર કોણ તો તાત્કાલિક ધોરણે તેનું સમારકામ થાય તેવી મારી માંગ છે
બોક્સ – બારોટ દેવાજી રામાજી જણાવ્યું હતું કે અમારા ઘરના પાસે આ નાળુ બાંધેલું છે પરંતુ નળાની આજુબાજુ મસ મોટા ખાડા પડ્યા છે ખાડાના લીધે ચોમાસાના વરસાદનું પાણી અમારા ઘરમાં આવી જાય તેવો પણ મને ભવ છે
સરકારશ્રીને નમન વિનંતી છે કે તાત્કાલિક ધોરણે થેરવાડા પ્રાથમિક શાળાના પૂર્વ ભાગમાં જે નાલાના આજુબાજુમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે તે માટી કામ કરવાની નાલુનુ સમારકામ કરે તેવી મારી માંગ છે.