ડીસાના એરચશાઢાણી ગામના ઠાકોર સમાજનો ત્રણ યુવાન અગ્નિવીર ટ્રેનિંગ પૂરી માદરે વતન આવતાં ભવ્ય સ્વાગત

ભરત ઠાકોર ભીલડી
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એરચશાઢાણી ગામના ત્રણ યુવાન ભારતીય સેનાની છ માસની સખત તાલીમ પૂરી કરી આર્મી અગ્નિવીર પોતાના જન્મભૂમિ એરચશાઢાણી ગામમાં આવતા આમી અગ્નિવીર જવાન હરેશજી રાજુજી ઠાકોર, દિલીપજી ભવાનજી ઠાકોર, મહેશજી હેદુજીનું એરચશાઢાણી ગામના યુવા ટીમ અને ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં સમગ્ર એરચશાઢાણી ગામ લોકો જોડાયા હતા. ડી.જેના તાલે એરચશાઢાણી ગામ લોકો તેમજ ઇન્ડિયન આર્મી અગ્નિવીરના પરિવાર તેમજ ગ્રામજનો નો ખુશીથી ડી.જેના તાલ પર દેશભકિતના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે જવાને પોતાના માતાપિતા ને ગળે લગાવતા પરિવારોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. મિત્રો પણ લાગણીમાં ગળગળા થઈ ગયા હતા.એરચશાઢાણી ગામ લોકોએ જવાનને બિરદાવ્યો હતો.અને ભારત માતા કી જય જય જવાન વગેરે સૂત્રોચ્ચારો કરી વાજતે ગાજતે ધર સુધી શોભાયાત્રા નીકાળી હતી. જેમાં આજુબાજુ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.