
નર્મદામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ બજાવી ચુકેલ ન્યાયાધીશ એ. આર. પટેલ નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો
અમદાવાદની સિવિલ કોર્ટ માં નિવૃત્તિ નર્મદા જીલ્લા બાર એસોસિએશન ના નિમંત્રણ ને માન આપી રાજપીપળા આવતાં વકીલો માં હર્ષ ની લાગણી
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા ની અદાલતમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ તરીકે ની ફરજ બજાવી પોતાના સેવાકાલ દરમિયાન સનિષ્ઠ કામગીરી કરનાર ન્યાયાધીશ એ. આર. પટેલ સાહેબ અમદાવાદ સિવિલ કોર્ટ ના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તા ૩૧ મી જુલાઇના રોજ નિવૃત થતા નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા રાજપીપળા ખાતે તેઓનું વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.
નર્મદા જીલ્લા માં નિવૃત્ત ન્યાયાધીશ એ. આર. પટેલ સાહેબે ૦૧.૦૬.૨૨ થી ૧૨.૦૨.૨૩ સુઘી પોતાની સેવા પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ત જજ તરીકે બજાવી હતી. તેઓ અમદાવાદ ખાતેની સિવિલ કોર્ટમાં નિવૃત્ત થતા રાજપીપળા બાર એસોસિએશન ના નિમંત્રણને માન આપી આજરોજ રાજપીપળા ખાતે આવ્યા હતા.
નર્મદા જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ, સેક્રેટરી આદિલખાન, લાયબ્રેરીયન આશ્રવ ધ્રુવ સોની, એ.ડી.સોની, સહિત સિનિયર એડવોકેટ બંકિમ પરીખ, સહિત સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહીલ, સહિત નર્મદા જીલ્લા ના વકીલો એ તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી મોમેન્ટો ટ્રોફી અર્પણ કરી સન્માન કર્યુ હતું, જે પ્રસંગે રાજપીપળાની અદાલતોના ન્યાયાધીશો પણ ઉપસ્થીત રહ્યા હતા.
રાજપીપળાની અદાલતમાં ન્યાયાધીશ એ આર પટેલ સાહેબે પોતાના સેવા કાળ દરમિયાન સન્નીષ્ટ કામગીરી કરી બાર કાઉન્સિલ સાથે વિચારોનો આદાન પ્રદાન કરી અદાલતી કાર્યવાહીને સરળ અને સુલભ બનાવવા કેસોના નિકાલ લાવવા માટેની સરાહનીય કામગીરી કરી હતી , જેને નર્મદા જિલ્લા બાર કાઉન્સિલ દ્વારા બિદવવામાં આવી હતી. નિવૃત્ત ન્યાયાધીશ એ આર પટેલના સેવાકાળ દરમિયાન વર્ષોથી નિર્માણાધિન થયેલ રાજપીપળા અદાલતની નવીન બિલ્ડીંગ નો તેઓના અખુટ પ્રયત્નોથી લોકાર્પણ થયું હતું ,અને નવીન ઈમારત લોકો માટે ખુલ્લી મુકાઈ હતી,આ નવીન ઈમારતમાં ગાર્ડનિંગ સહિત ઇમારતને સુશોભિત કરવાની તેમજ સુરક્ષા લક્ષી કામગીરી નિવૃત ન્યાયાધીશ એ. આર .પટેલે સુપેરે પાર પાડી હતી. વકીલો સાથે કાર્ય કરવાની તેઓની સરળ પદ્ધતિ , યોગ્ય દિશસૂચન, નિષ્ઠા, કર્તવ્ય અને પરિશ્રમ ના તેઓના સન્માન વિદાય પ્રસંગે સહુએ ભારો ભાર વખાણ કર્યા હતા.