
ગાંધીનગર ખાતે ધારાસભ્ય સાથે સમૂહ ભોજનમાં વડાપ્રધાન મોદીએ રમુજી સ્વભાવમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમણીને કહ્યું “જીતુ હજુ એવોને એવો જ છો”
તા: 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૂહ ભોજન લીધું હતું તે દરમિયાન ભાજપના જુના કાર્યકર્તા અને હાલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમણીને જોઈ જતા રમુજી સ્વભાવમાં કહ્યું કે “જીતુ કાલની સભામાં જોયો તને “હજુ એવોને એવો જ છો કાઈ ફેર નથી પડ્યો તારામાં” ત્યારે જીતુભાઇ સોમાંણીએ પણ ઉભા થઈને જવાબ આપતા કહ્યું કે સાહેબ અઢાર કિલો વજન ઘટાડી દીધો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મિત સાથે બાજુમાં બેઠેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કહ્યું આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે..?
ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે પહેલીવાર રાજકોટ ખાતેથી ચૂંટણી લડી ત્યારે જીતુભાઈ પણ તેમના પ્રચારમાં અને મોદીને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી ઉપરાંત ગત 2017 વિધાનસભાની ચૂંટણી સમયે મોરબી ખાતે જનસભાને સંબોધવા પધાર્યા હતા તે વખતે પણ જીતુભાઈ જ્યારે સ્ટેજ પર મોદીને આવકારવા ગયા ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા જીતુભાઈની પીઠ પર સ્મિત સાથે વહાલથી ધબો માર્યો હતો
ત્યારે શુક્રવારે ગાંધીનગર ખાતે પણ 156 ધારાભ્યોમાંથી પણ પોતના જુના ભાજપના સાથી કાર્યકર્તાને ઓળખી રમુજી સ્વભાવમાં તેમમાં ખબર અંતર પૂછવાનું વડાપ્રધાન ચૂક્યાં ન હતા તેવું ભાજપના અંગત સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું