
રાજપીપલા ખાતે સૈયદ મોહમ્મદ હમઝા અશરફમિયાં નું ભવ્ય સ્વાગત
શૈખુલ ઇસ્લામ મદનીમિયાંના જન્મ દિવસે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપીપલા બ્રાન્ચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી

તા.૧૨-૦૧-૨૦૨૪ ના રોજ હજરત શૈખુલ ઇસ્લામ મોહમ્મદ મદની અશરફીયુલ જિલાનીના જન્મદિવસ નિમિત્તે શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપીપલા બ્રાન્ચ ન.136 દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં સૈયદ મોહમ્મદ હમઝા અશરફ અશરફીયુલ જિલાની રાજપીપળા ખાતે તશરીફ લાવ્યા હતા રાજપીપલા જામાં મસ્જિદ ખાતે જુમાની નમાજ અદા કરવી હતી તેમજ તોરણા ગામ ખાતે હાજરી આપી હતી ત્યાં અકિદતમંદ મુરિદોને મુલાકાત આપી હતી રાત્રે રાજપીપળામાં કસબાવાડ ખાતે રૂહાની હિદાયત અને દુવાનો પ્રોગ્રામ રાખેલ હતો જેમાં સૈયદ મોહમ્મદ મદનીમીયા અમદાવાદ ખાતેથી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને તમામ મુરીદોને સંબોધિત કરી દુઆઓ કરી હતી આ પ્રોગ્રામમાં રાજપીપળાના મસ્જિદોના પેશ ઇમામ, સૈયદ સાદાત, આગેવાનો, ટ્રસ્ટના મેમ્બરો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા અને પીરો મૂર્શિદના દીદાર થી મુશર્રફ થયા હતા






