
વાંકાનેર : ખેત મજુરી કરતા દંપતીએ ઝેરી દવા પી લેતા સારવાર મોત

વાંકાનેર : મૂળ જામનગર જિલ્લાના ગઢડા ગામના વતની સોનલબેન રામુભાઇ ચૌહાણ તથા રામુભાઇ ચૌહાણ પરિવાર સાથે હાલ વાંકાનેર તાલુકાના વરડુંસર ગામે સીમમાં રહી ખેત મજૂરી કરતા હતા. જેઓએ ગત કાલ સાંજે વરડુંસર રાજગઢ રોડ પર સરકારી ખરાબા મા સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં બંને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ માહિતી મુજબ આપઘાત અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી તપાસ હાથ ધરી છે. મૃતક દંપતીને સંતાનોમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે જેમાંથી બે પુત્રો સિરામિક ફેકટરીમાં કામ કરે છે જ્યારે એક પુત્ર અને એક પુત્રી સાથે તાલુકાના વરડુંસર ગામમાં ખેતી કામ કરતા હતા. આ ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









