રાજપીપળા મોવી રોડ ઉપર ટ્રક આંતરીને લૂંટના કિસ્સામાં વધુ ચાર આરોપી ઝડપાયા
રાજપીપળા પોલીસે ચાર આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી
રાજપીપળા : જુનેદ ખત્રી
બે દિવસ અગાઉ રાજપીપળાથી મોવી જતાં રસ્તામાં એક ટ્રકને કેટલાક બાઈક સવારોએ આંતરીને લૂંટ ચલાવી હતી જે બાદ ગણતરીના કલાકોમાં એલસીબી નર્મદા દ્વારા એક આરોપીને બાઈક મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ આજે રાજપીપળા પોલીસને સફળતા હાથ લાગી છે રાજપીપળા પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડયા છે ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]