GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી સિરી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લુક્સ ફર્નિચર પાછળથી વિદેશી દારૂની એક બોટલ સાથે એક ઈસમને તેમજ લીલાપર રોડ ઉપર મોપેડમાં વિદેશી દારૂની એક બોટલ સાથે એકને ઝડપી લઇ મોપેડ તેમજ દારૂનો જથ્થો કબ્જે લઇ બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ લાતીપ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૬ લૂક્સ ફર્નિચરની પાછળની શેરીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઈસમની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઈડ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી અફઝલ અજીતભાઈ ચૌહાણ ઉવ.૨૪ રહે. લાતીપ્લોટ શેરી નં ૮ મોરબીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે મોરબીના લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસેથી ઍક્સેસ મોપેડ રજી. જીજે-૩૬-એઇ-૦૫૫૫ લઈને પસાર થતા એક ઈસમને પોલીસ દ્વારા રોકવા જતા મોપેડ ચાલક ભાગવા લાગેલ ત્યારે પોલીસ તેની પાછળ તેને પકડવા દોડતા મોપેડ ચાલક મોપેડ ઉપરથી નીચે પટકાયો હતો. ત્યારે મોપેડની ડેકી ચેક કરતા વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ મળી આવતા આરોપી સીરાજ રાજુભાઈ સુમરા ઉવ.૨૧ રહે. મોરબી વજેપર શેરી નં ૯ ની સ્થળ ઉપરથી અટક કરી મોપેડ અને દારૂની એક બોટલ કબ્જે લઇ અસરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી હતી.

[wptube id="1252022"]
Back to top button