NANDODNARMADA

રાજપીપળા ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરાયું : મિલેટ પાક વિશે માહિતી અપાઈ

રાજપીપળા ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરાયું : મિલેટ પાક વિશે માહિતી અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

વડાપ્રધાન મોદી દ્વારા ૨૦૨૩ ના વર્ષને ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ તરીકે ઉજવવાની વાત કરી છે મિલેટ ફૂડ ઉગાડવા અને તેના વપરાશ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે આજ રોજ રાજપીપલા ખેતીવાડી શાખા ખાતે પેટા વિભાગ દ્વારા ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ પાક વિશે માહિતી આપવા માં આવી. જેમાં ધાન્ય પાકો જેવા કે નાગલી, સામો, કોદરી, બાજરી, જુવાર, બંટી, રવો વગેરે પાક વાવેતર માટે માહીતી આપવામાં આવી. તથા પી.એમ કીસાન યોજના હેઠળ e kyc માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત પશુપાલન ખાતા દ્વારા વિવિધ યોજના ઓની માહીતી આપવામાં આવી પશુઓમાં રોગો માટે માહીતી આપવામાં આવી. જી. જી. આર. સી. દ્વારા નવીન ટપક સિંચાઈ પદ્ધતિ માહિતી આપવા આવી.

જેમાં મુખ્યત્વે જીલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ સાહેબ, મદદનીશ ખેતી નિયામક વિનય પટેલ તથા ખેતી અધીકારી સુરેશભાઈ કંજારીયા, વિસ્તરણ અધિકારી ખેતી કે.બી. વસાવા, પી.જી .બારીયા તથા ગ્રામ સેવકો ખેડૂતો હાજરી આપી.

[wptube id="1252022"]
Back to top button