સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર
રૂ.18.35 કરોડની પૂરાંત સાથેનું બજેટ મંજૂર કરાયું.

તા.01/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર નગરપાલિકા ની સામાન્ય સભા અને અંદાજપત્ર બેઠક ગુરૂવારના રોજ નગર સેવા સદનના સભાગૃહમાં મળી હતી આ બેઠકમાં સર્વાનુમતે અંદાજપત્રને મંજૂરી અપાઈ છે બજેટ બેઠકમાં આગામી વર્ષમાં રૂપિયા 157.72 કરોડથી વધુના કામોનો અંદાજ લગાવાયો છે. જયારે રૂ.18.35 કરોડની પુરાંત સાથેનું અંદાજપત્ર મંજૂર કરાયુ છે સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત નગરપાલિકાની બજેટ માટેની સામાન્ય સભાનું આયોજન તા. 29મી ફેબ્રુઆરીને ગુરૂવારે પાલિકા કચેરીના સભાખંડમાં કરાયુ હતુ જેમાં પાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, ચીફ ઓફીસર સાગર રાડીયા, ઈજનેર કયવંતસીંહ હેરમા, પુર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જગદીશભાઈ પરમાર સહિતના સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પાલિકાની બજેટ બેઠકમાં ગત વર્ષનું સરવૈયુ સર્વાનુમતે મંજૂર કરાયુ હતુ જયારે આગામી વર્ષ માટે આવકનો રૂપીયા 237.71 કરોડના અંદાજ સામે 219.37 કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો હતો અને રૂપીયા 18.35 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ આ બજેટ બેઠક દરમિયાન અયોધ્યાધામ માં શ્રી રામ જન્મભુમિ પર ભવ્ય નિર્માણ થયેલા મંદિર અંગેનો અભિવાદન પ્રસ્તાવનું વાંચન પ્રમુખે કર્યુ હતુ જયારે સુરેન્દ્રનગરમાં પણ આ દિવસે ગત તા. 22મી જાન્યુઆરીના રોજ કરાયેલ તળાવ ફરતે દીવડાના કાર્યક્રમને સૌએ વધાવ્યો હતો સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાઈ હોય આ કદાચ વર્તમાન બોડીની અંતીમ સામાન્ય સભા હોય તેવો ગણગણાટ પણ જોવા મળતો હતો પરંતુ અમુક સભ્યો મહાનગરપાલિકા બનવાને હજુ 6-8 મહીના નીકળી જશે તેમ કહીને હજુ એક-બે સામાન્ય સભા થશે તેવુ પણ કહેતા જોવા મળ્યા હતા ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે ડેવલોપમેન્ટ ઓફ ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યા બાદ તેને નગરપાલિકાને સુપપરત કરવામાં આવશે ત્યારે તેની નિભાવણી, જાળવણી અને સંચાલન કરવાની જવાબદારી પાલિકાની રહેશે તે અંગેની બાહેંધરી આપવાનો ઠરાવ પાસ કરાયો હતો સામાન્ય રીતે અમુક ઠરાવો પહેલા કારોબારીની બેઠકમાં પસાર થયા બાદ તેને બોર્ડની મંજૂરીની અપેક્ષાએ જનરલ બોર્ડમાં લેવાતા હોય છે ત્યારે ગુરૂવારે યોજાયેલી સુરેન્દ્રનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં નિવિદા પ્રસિધ્ધ કરી વિકાસના કામોના 2-3 ઠરાવ કારોબારી બેઠકમાં સમાવીષ્ટ કર્યા વગર સીધા જનરલ બોર્ડમાં લેવાયા હતા પાલિકાના એક સદસ્યે આ અંગે પ્રમુખનું ધ્યાન દોર્યુ હતુ જોકે બહુમતીથી એજન્ડાના દરેક મુદ્દાને મંજુરી મળી હતી પરંતુ આ એક ટેકનીકલ ખામી હોવાનું જણાવાયુ હતુ.





