
નારણ ગોહિલ લાખણી
કરણી સેનાની 72 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો રોડ ઉપર ઉતરવાની ચીમકી
લાખણી
રાજસ્થાનમાં ધોળા દિવસે થયેલ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઠેરઠેર કરણી સેના તેમજ વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા દેખાવો તેમજ આવેદન પત્ર આપી સુખદેવસિંહના હત્યારાઓને સત્વરે ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે શનિવારે જિલ્લાના તાલુકા મથક લાખણીમાં પણ કરણી સેના સહિત વિવિધ હિન્દૂ સંગઠનો અને અઢારે આલમના લોકો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને જલદીમાં જલદી ઝડપી કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી.
વધુમાં કરણી સેનાના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો 72 કલાકમાં સુખદેવસિંહના હત્યારાઓને ઝડપી અને કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમગ્ર ભારતમાં કરણી સેનાના કાર્યકરો અને હિન્દૂ સમાજના લોકો રોડ ઉપર ઉતરી ચક્કાજામ કરવાની પણ ચીમકી આપી હતી.








