ANANDANAND CITY / TALUKO

આણંદની ગામડી પ્રાથમિક શાળા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

મહિલાઓને સ્વરક્ષણ માટેના વિવિધ માધ્યમો અંગે માર્ગદર્શન અપાયું

આણંદબુધવાર:: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે ગામડી ગામના સરપંચ અને ઉપસરપંચના અધ્યક્ષસ્થાને ગામડી પ્રાથમિક કન્યા શાળાના સ્વામી વિવેકાનંદ પ્રાર્થના હોલ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

        મહિલા સુરક્ષા દિવસના સૂત્ર સાથે યોજાયેલ ઘરેલુ હિંસા અઘિનિયમ-૨૦૦૫ કાર્યક્રમ અંતર્ગત ઉમ્મીદ વિકલાંગ ટ્રસ્ટના ચેરપર્સનશ્રી યાશુબેન વાઘેલાએ મહિલાઓના સશક્તિકરણ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન સોલંકીએ કામકાજના સ્થળે જાતિય સતામણી અને દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત કાયદાઓની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વધુમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનસખી વન સ્ટોપ સેન્ટરશક્તિ સદનવિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રની જાણકારી આપીને વ્હાલી દીકરીબેટી-બચાઓ બેટી-પઢાઓગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજનામહિલા સ્વાવલંબન જેવી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી.

        કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનૂભાવો દ્વારા જિલ્લા કાનુની સત્તા મંડળ તરફથી મહિલાઓને મળતી મફત કાનુની સહાયની પ્રક્રિયામહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઈન એપ્લીકેશન અને સંકટ સખી એપ્લીકેશન ડાઉનલોડ કરવા જેવા વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી હતી તેમજ જાતિગત સમાનતા વધે તથા મહિલાઓ સશકતસ્વસ્થ અને સક્ષમ બને તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. મહિલા સુરક્ષા દિવસના સૂત્ર અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા એક નાટકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મહિલા પર થતા અત્યાચાર અને ગુનાઓ સામે મહિલાઓએ કેવી રીતે રક્ષણ મેળવવુ તે અંગેનું નિદર્શન કરવામાં આવ્યુ હતું.

        આ કાર્યક્રમમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટશ્રી મમતાબેનગામડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ડો.ઈલાબેન મેકવાનરાજપુતપોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સીલર, ”સખી” વન સ્ટોપ સેન્ટરશક્તિ સદનવિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર તેમજ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW) તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button