GARUDESHWARNARMADA

ગરૂડેશ્વર પંચકોશી ઉત્તર વાહિની મોક્ષદાયિની ચાર દિવસીય પરિક્રમા ૧૩ એપ્રિલ થી શરૂ થશે

ગરૂડેશ્વર પંચકોશી ઉત્તર વાહિની મોક્ષદાયિની ચાર દિવસીય પરિક્રમા ૧૩ એપ્રિલ થી શરૂ થશે

કેવડીયા આસપાસ પાંડવ કાળ સમયના ઐતિહાસિક ૨૪ થી ૨૮ તીર્થસ્થાન સાથે સાથ નર્મદા રથ અને ટેમ્બે સ્વામી રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

જુનેદ ખત્રી : રાજપીપલા

માં રેવા એટલેકે નર્મદા નદી જેનું પુરાણો માં અદભુત મહત્વ દર્શન થાય છે નર્મદા નદીના તટ ઉપર અનેક દેવસ્થાન આવેલા છે જ્યાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા પૌરાણિક શુલપાણેશ્વર મંદિર પાસે વિશાળ નર્મદા ઘાટ તૈયાર કરાયો છે જ્યાં દરરોજ સાંજે માં નર્મદા ની મહા આરતી નો પ્રવાસીઓ આનંદ માણે છે

નર્મદા પરિક્રમા નું પણ ખૂબ મહત્વ રહેલું છે આગામી ૧૩ એપ્રિલ ૨૦૨૨ થી ૧૬ એપ્રિલ એમ કુલ ૪ દિવસીય પંચકોશી ઉત્તર વાહિની મોક્ષદાયિની પરિક્રમા નું માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા આયોજન કરાયું છે જેમાં ખાસ કરીને પાંડવ કાળ સમયના ઐતિહાસિક ૨૪ થી ૨૮ તીર્થસ્થાન નો સમાવેશ સાથ છે ઉપરાંત નર્મદા રથ અને ટેમ્બે સ્વામી રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે

એકતાનગરના ઐતિહાસિક ૨૩ મહાદેવની પરિક્રમા પરમ પૂજ્ય શ્રીરંગ અવધૂત મહારાજશ્રીને ઈન્દ્રવર્ણા ગામ ખાતે બીજીવાર પોથી વાંચ આદેશ થયેલ તેમજ ૫.૫.શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને અશ્વસ્થામા માર્ગ બતાવેલ તેની સ્મૃતિમાં અને રંગ અવધૂત મહારાજ ની ૧૨૫ મી રંગ જયંતિ સંદર્ભે આ પરિક્રમા નું આયોજન કરાયું છે

સૂચિત પરિક્રમા રેવાકિનારે વરુણેશ્વર, ઈન્દ્રેશ્વર, આનંદેશ્વર, ફુલવાડી, ઉત્તમેશ્વર, દશાવતાર રણછોડજી, રામપુરા, ધનેશ્વર, રામેશ્વર, મંગલેશ્વર માંગરોલ, મણીનાગેશ્વર, તિલકવાડા, અખ્તેશ્વર, ગરુડેશ્વર-૫ તિર્થ, દૂધેશ્વર, ભિમેશ્વર, કમલેશ્વર, ગભાણા, આદિત્યેશ્વર, શુર પાનેશ્વર, ત્યાગી ઘાટ મહા આરતી દર્શન, ચુંદડી મનોરથ સાથે, ભારતી આશ્રમ, ચંદ્રમોલેશ્વર, ત્રિપુરા સુંદરી, આનંદ આશ્રમ પીપળેસ્વર પિપરિયા ગામ, માખનેશ્વર મહાદેવ અશ્વસ્થામાં સમાવેશ થાય છે

પરિક્રમા માટે સંપર્ક : +91 91065 75215

 

 

[wptube id="1252022"]
Back to top button