ANANDANAND CITY / TALUKO

આણંદ જિલ્લાના તમામ વ્યક્તિઓ-સંસ્થાઓ તથા મીડિયાના મિત્રોનો સહયોગ અભૂતપૂર્વ રહયો.

આણંદ જિલ્લાના તમામ વ્યક્તિઓ-સંસ્થાઓ તથા મીડિયાના મિત્રોનો સહયોગ અભૂતપૂર્વ રહયો.

તાહિર મેમણ – 09/05/2024 – આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

આણંદ જિલ્લામાં થયેલ શાંતિપૂર્ણ મતદાન બદલ જિલ્લાના મતદારો અને રાજકીય પક્ષો સહિત સર્વે પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી દરમિયાન તંત્રને મળેલ ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જાળવવામાં આપેલ યોગદાન અભિનંદનને પાત્ર રહયું છે.

શ્રી ચૌધરીએ મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે તેમને મતદાન અર્થે સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન ઝુંબેશમાં યોગદાન આપનાર તમામ લોકો, સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, મંડળો, શિક્ષણ સંસ્થાઓ, યુવાનો તેમજ પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાએ આપેલ યોગદાનને બિરદાવી સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button