ANANDANAND CITY / TALUKO

આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા “ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ” થીમ આધારિત સાતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

જન જાગૃતિ અર્થે વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરાયો

*****

આણંદ, મંગળવાર :: લોકોમાં ડેન્ગ્યુ વિશે જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આણંદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, જીલ્લા સબ હોસ્પિટલ તેમજ જનરલ હોસ્પિટલ ખાતે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

“ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ” થીમ આધારિત સાતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે આણંદના નવા એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ટેન્ટમાં મચ્છરના જીવન ચક્રનું જીવંત પ્રદર્શન યોજવામાં આવ્યું. જે દરમિયાન  ૬૦૦૦ પત્રિકા વિતરણ, ૧૫૦૦ લોકોને વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ, રેલી, શિબિર, માઇકિંગ, બેનર તેમજ સોસિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેલેરીયા મુક્ત ગુજરાત અંતર્ગત આરોગ્ય મંત્રીશ્રીના પત્ર રૂપી સંદેશાને જીલ્લાના તમામ ગામોના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જીલ્લા પંચાયત સભ્ય સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આણંદ જિલ્લામાં ગત વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કુલ ૧૪૭ કેસો નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે  ડેન્ગ્યુના ફક્ત ૧૨ કેસો નોંધાયા છે.

[wptube id="1252022"]
Back to top button