ANANDUMRETH

રાજકોટ ગેમઝોન આગ ઘટના ઉમરેઠમાં ન સર્જાઈ માટે તકેદારી રાખવા તંત્ર કાર્યરત.

રાજકોટ ગેમઝોન આગ ઘટના ઉમરેઠમાં ન સર્જાઈ માટે તકેદારી રાખવા તંત્ર કાર્યરત.

પ્રતિનિધિ : ઉમરેઠ

તસ્વીર : કુંજન પાટણવાડીયા

રાજકોટ ખાતે બનેલ આગની દુર્ઘટના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આણંદ દ્વારા અપાયેલ આદેશ અને સબ મેજિસ્ટ્રેટ ડિવિઝનશ્રી,આણંદ દ્વારા સૂચવ્યા મુજબ ઉમરેઠ ખાતે આવેલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, મોલ તથા સ્વિમિંગ પૂલ તેમજ ટ્યુશન ક્લાસીસ ની તપાસ સંયુક્ત રીતે ઉમરેઠ મામલતદાર નિમેષભાઈ પારેખ, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી તથા નગરપાલિકા ફાયર સેફ્ટી વિભાગ નાં નિતિનભાઈ પટેલ, દબાણ કલાર્ક નિતિનભાઈ પટેલ અને ઉમરેઠ શહેર નાયબ કાર્યપાલક ઈજનેર નયનભાઈ ભટ્ટ (એમ.જી.વી.સી.એલ), ઉમરેઠ સેકન્ડ પી.એસ.આઈ. એમ.કે.ખરાડી, હેડ કોન્સ્ટેબલ કિસ્મતસિંહ તથા ખોડભાઈ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ઉમરેઠ શહેરમાં આવેલ અતિથિ રેસ્ટોરન્ટ, જી-માર્ટ, વિશ્વા હોસ્પિટલ તેમજ અમર હોસ્પિટલ અને ધી વેવ સ્વિમિંગ પૂલ ખાતે તપાસ હાથ ધરી હતી અને તમામના નિવેદનો મેળવવામાં આવ્યા હતા. જેમાં તેઓ પાસે રહેલ ફાયર સેફ્ટી ના સાધનો તેમજ ઈલેક્ટ્રીક લોડ સંદર્ભે અને અન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી અને જવાબદારોને ફાયર સેફટી સંદર્ભે તેમજ ઈલેક્ટ્રીક ઇ.એલ.સી.બી ની ચકાસણી કરી અધ્યતન કન્ડિશનમાં રાખવા સૂચના આપવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ એક્સપાયરી ડેટના ફાયર સેફટી સાધન ૨૪ કલાકની અંદર નવા નાખી દેવા જવાબદાર ને સૂચના આપી હતી. આવતીકાલે તમામ જગ્યાએ ફરીથી તપાસ હાથ ધરી કોઈ દુર્ઘટના ન બને તેની સઘન તકેદારી રાખવા બાબતે તંત્ર કાર્યરત બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button