ANANDANAND CITY / TALUKO

તા. ૧૮ મે ના રોજ આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ

*****

આણંદમંગળવાર :: આણંદ જિલ્લા રોજગાર કચેરી(મોડેલ કેરીયર સેન્ટર) દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૧૮/૦૫/૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે આણંદ સ્થિત એન.એસ.પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ ‌છે.

        આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના મેન્યુફેકચરીંગ અને સેવા ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના એસ.એસ.સીએચ.એસ.સીડિપ્લોમા ડિગ્રી તથા કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતકઅનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.

        વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરી,આણંદ દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button