સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમીમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરાઈ
૨૧ મી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ 'વિશ્વ માતૃભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવી

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી ખાતે ગુજરાતી વિભાગ અને ગીત સંગીત નૃત્યધારાના સંયુક્ત ઉપક્રમે ૨૧ મી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિશ્વ માતૃભાષા દિવસના ઈતિહાસવિશે ગુજરાતી વિષયના અધ્યાપક હાર્દિક પ્રજાપતિએ વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યાર બાદ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.રૂપેશ ગોસ્વામીએ શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ વિષય પર વ્યાખ્યાન બાદ લોકગીત સ્પર્ધામાં ૧૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો જેમાંથી ૩ વિધાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધાનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ.અશ્વિન તિરગરે જ્યારે કાર્યક્રમનું સંચાલન હાર્દિક પ્રજાપતિએ કર્યું હતું અંતે આભાર વિધિ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ જાગૃતિબેન પરમારે કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા