આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ચોમાસા પહેલા અગમચેતીના ભાગરૂપે વાહકજન્ય રોગોનું હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ હાથ ધરાયું

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ચોમાસા પહેલા અગમચેતીના ભાગરૂપે વાહકજન્ય રોગોનું હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ હાથ ધરાયું
સર્વેલન્સમાં ૩૩ ટીમ દ્વારા ૨૧૩૦ ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું
તાહિર મેમણ – આણંદ – 31/05/2024- જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીલીંદ બાપનાના માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા પહેલા અગમચેતીના પગલાં લઈ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દિપક પરમાર દ્વારા અને જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ.રાજેશ પટેલ દ્વારા જિલ્લામાં ૩૩ ટીમો બનાવીને ઘરે ઘરે વાહકજન્ય રોગોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું
આ સર્વેલન્સમાં કુલ ૩૩ ટીમ દ્વારા ૨૧૩૦ ઘરોનું સર્વેલન્સ કરવામાં આવેલ હતું. જ્યાં ૩૪ ઘરોમાં ૩૪ પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જે તમામનો નિકાલ કરવામાં આવ્યો હતો. મોગરી ખાતે ૨ તળાવોમાં ગપ્પી ફિશ પણ છોડવામાં આવી હતી.વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ ઉપરાંત પબ્લિક અવેરનેસ માટેની કામગીરી પણ કરવામાં આવી હતી.
વલ્લભ વિધાનગર ખાતે આવેલ વિવિધ વિસ્તારો હરીઓમનગર ખાડો, હરિઓમ નગર (લાલ ચાલી), હરિઓમનગર ઝુપડપટ્ટી, મહીવાસ. અબિકાવાસ, શેઢી વાસ, વસાવાના છાપરા, વાત્રકવાસ, સાબરમતી વાંસ, ગૌમતી વાસ, ૪૨ ગામ છાત્રાલય, નાના બજાર, જી સેટ કવાર્ટસ, તેમજ મોગરી ગામમાં દરવાજો, ગાર્જિયા નાની ભાગોળ, ગજાનંદ મૈયા, શિવનગર, જીટોડીયા રોડ પર આવેલ એન્જલ, સહકાર, સત્યમ, પૂજન, મારુતિ દેવપ્રીત, શિવરૂચિ, ભરવાડના ધરી, સિધ્ધી વિનાયક, દેવડી પૂરા, ખડી વિસ્તાર, અક્ષરધામ, મફતપુરા માતૃભૂમિ, ભગવતીપાક, વૃદાવન, મલપુરા, રામેશ્વર, શિવ રો હાઉસ, ગુણવતની ખડકી મોટી ભાગોળ, જલ દીપ, શિવનગર તથા અન્ય વિસ્તારોમાં સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.