NANDODNARMADA

આસ્થાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતા ક્રિકેટર વિશાલ પાઠકે માટીના શ્રી ગણેશજીની સ્થાપના કરી

આસ્થાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતા ક્રિકેટર વિશાલ પાઠકે માટીના શ્રી ગણેશજીની સ્થાપના કરી

રાજપીપળા: જુનેદ ખત્રી

ભાદરવા સુદ ચોથથી સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી ગણેશ જી ની ૧૦ દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. મોટા મોટા પંડાલો માં મોટી મોટી મૂર્તિઓ લાવવાની હોડ ચાલી રહી છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિઓ થી પર્યાવરણ ને પણ નુક્સાન થઈ રહ્યું છે.ત્યારે પર્યાવરણ ને નુક્શાન ન પહોંચે તે માટે સરકાર પણ માટીની મૂર્તિ ની સ્થાપના કરવાની જાહેરાત દર વર્ષે કરતી હોય છે. તે જ કોન્સેપ્ટ ઉપર નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠક પણ અનુસરી રહ્યા છે. છેલ્લા ૦૩ વર્ષથી પોતાના ઘરે માટી ની મૂર્તિની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ૦૪ થા વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજીની માટીની પ્રતિમાની સ્થાપના વિશાલ પાઠક ના ઘરે કરવામાં આવી છે. માટી ની પ્રતિમા ની સ્થાપના કરવાથી પર્યાવરણ ને નુક્સાન થતું અટકે છે અને આ પ્રતિમા નું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે લગભગ બે જ દિવસ માં ઓગળી જતી હોય છે જેથી નદી માં રેહતા જળચર પ્રાણીઓને પણ કોઈપણ પ્રકાર નું નુકશાન પહોંચાડતું નથી. વિશાલ પાઠક દર વર્ષે માટી ની ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજી ની પ્રતિમા મૂકી ને લોકો ને સંદેશો પણ આપી રહ્યા છે કે પર્યાવરણ ને થતું નુકશાન થતું આપણે આવી રીતે પણ અટકાવી શકીએ છે.

[wptube id="1252022"]
Back to top button