NARMADA

યુનિફોર્મ સિવિલ કોડ બિલનો વિરોધ : નર્મદા જિલ્લાના દરેક તાલુકામાં આપ દ્વારા આવેદન

યુનિફોર્મ સિવિલ કોડ બિલનો વિરોધ : નર્મદા જિલ્લાના દરેક તાલુકામાં આપ દ્વારા આવેદન

દેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજની વિશાળ રેલી , આદિવાસી સમાજને UCC કાયદાથી બહાર રાખવા માંગ

રાજપીપળા : જુનેદ ખત્રી

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સૂચિત યુનિફોર્મ સિવિલ કોડ કાયદા UCC નો અન્ય સમજો સાથે આદિવાસી સમાજ દ્વારા પણ વિરોધ કરાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક દ્વારા UCC કાયદાને સૈધ્ધાંતિક સમર્થન આપવાની વાતે વિવાદ પકડ્યો હતો જેનાથી આપમાં જોડાયેલ આદિવાસી સમાજ માં રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં રાજપીપળા ટાઉનહોલ ખાતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વિવિધ જિલ્લાઓના હોદ્દેદારોની મિટિંગ મળી હતી તેમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સર્વ હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ બાબતે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા નર્મદા જિલ્લા આમ આજની પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા સહિતના નેતાઓ દિલ્હી ખાતે ઉચ્ચ રજૂઆત કરી હતી ત્યારે આદિવાસી સમાજને યુસીસી કાયદામાંથી બહાર રાખવા માટે માંગ ઉઠી છે અને UCC મુદ્દે સર્વત્ર આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે

આજે નર્મદા જિલ્લામાં આપ દ્વારા તમામ તાલુકા કક્ષાઓ ખાતે આવેદન પત્ર આપી UCC કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો ઉપરાંત ડેડીયાપાડા માં ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું

આવેદનમાં જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. દેશ વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલો છે જેમના પોતાના અલગ-અલગ સામાજિક અને ધાર્મિક નીતિનિયમો છે. સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બલવીર સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ૨૧ મી નીતિ આયોગના રિપોર્ટનો પુરેપુરો નિષ્કર્ષ કાઢી અને દેશમાં “સમાન નાગરિક સંહિતા’ ની કોઈ આવશ્યકતા નથી તેવા છેલ્લા રિપોર્ટ કરેલ છે. છતાં ૨૨ મી નીતિ આયોગ દ્રારા ૧૪ જુન ૨૦૨૩ ના રોજ “સમાન નાગરિક સંહિતા” અમલવારી સબંધિત પબ્લીક નોટીસ જાહેર કરેલ છે. જેમાં ૧૪ જુલાઈ સુધીમાં સરકારને નિર્દેશ કરવા અનુરોધ કરેલ છે. જેમાં દેશના માન.વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્રારા પણ એક પરિવારમાં એકજ કાનુન જરૂરી હોવાનું જણાવી સમાન નાગરીક સંહિતા” ભાજપ પાર્ટીના એજન્ડામાં હોય, લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે એવી વાત વહેતી કરી ને દેશના લોકો નું ધ્યાન દોર્યું છે.યુ.સી.સી લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવાસી અને અલ્પસંખ્યના લોકોને થવાની છે

વર્તમાનમાં દેશમાં ૭૦૫ જેટલા અનુચિત જનજાતિ સમુદાયો અલગ-અલગ ક્ષેત્રોમાં વસે છે, જે ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૧૦.૪૩ કરોડની હતી.હાલ વધીને ૧૨.૫ થી ૧૩ કરોડ થઇ. જે અહીના મૂળનિવાસી છે. જેમના આદિ-અનાદીકાળ થી સામાજિક અને ધાર્મિક રીત રીવાજો, પ્રથાઓ, પરંપરાઓ,લગ્ન,વારસાઈ,ગોદલેવું,ઘર જમાઈ, ઉત્તરાધિકારી નક્કી કરવું, છટાછેડા, માના, જેવી બાબતોમાં પોતાના અલગ અલગ નીતિ નિયમો છે, જેમકે કેટલાક સમુદાયોમાં લગ્ન વગર પણ યુવક-યુવતી સાથે રહી બાળક ધારણ કરે છે, વિધવા-વિધુર પુનઃ લગ્ન કરવા, બહુપત્નીત્વ- બહુપતિત્વ,બહુ વિવાહ, દીકરો ન હોય તો દિકરી ના જમાઈ ને ઘર જમાઈ રાખવા ઉત્તરાધિકારી નક્કી કરવા, પત્ની ને બાળક ન જન્મે તો બીજા લગ્ન કરવા, જ્ઞાતિ બહાર લગ્ન કરવા, છુટાછેડા કરવા, લગ્ન વિધિ, મરણવિધિ, – કુળ દેવી-દેવતાઓ સાથે પ્રકૃતિની પૂજા, જેવી અલગ-અલગ બાબનો અને રૂઢીપ્રથાઓ છે. જેવી તમામ બાબતો “સમાન નાગરિક સંહિતા લાગુ કરવાથી આપો-આપ નષ્ટ થઇ જશે.

આદિવાસી સમાજને મળેલ બંધારણીય પ્રાવધાન રક્ષણ આર્ટીકલ-૩૭૧, અનુસૂચિ પાંચમી અને છઠ્ઠી, પેસા એકટ-૧૯૯૬, શૈક્ષણીક અને રાજકીય અનામત, જમીનોનાં રક્ષણ માટે ૭૩-એએ નો કાયદો, વિલંકિન્સન – ૧૮૩૭, કાશ્તકારી અધિનિયમ-૧૯૦૮ (CNT ACT ), સંથાલ પ્રજ્ઞા કાનકારી અધિનિયમ-૧૯૪૯(SPT ACT) સમતા જજમેન્ટ, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬, આદિવાસીઓના જળ,જંગલ,જમીન તથા ખનીજો પર અધિકારો “સમાન નાગરિક સંહિતા” લાગુ થવાથી નષ્ટ થઇ જરો. દેશના આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આદિવાસી સમાજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોય, જેમની સાથે આજે પણ દેશમાં સમાનતાનો વ્યવહાર કરવામાં નથી આવતો, અનેક ઘટનાઓ રોજબરોજ ઘટી રહી છે. અને યુ.સી.સી. લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓનું અસ્તિત્વ,સંસ્કૃતિ ખતમ થઇ જશે. જેથી સમાન નાગરિક સંહિતા” માંથી દેશના આદિવાસી સમાજ ને બાકાત રાખવામાં આવે એવી માંગ કરાઇ છે

[wptube id="1252022"]
Back to top button