
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા મથકમાં મુખ્ય નેશનલ હાઈવે નંબર ૨૭ ઉપર ધર્મની ધ્વજાને ફરકાવીને સતત સેવા કાર્યોથી શ્રી જલારામ મંદિર ધમધમી રહ્યું છે. મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા અનેક સેવાકીય કર્યો થઈ રહ્યા છે. જેમાં પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાતા અચરતલાલ શીવરામભાઈ ઠકકરના સુપુત્ર નિરંજનભાઈ ઠક્કરના જન્મ દિવસ નિમિત્તે પરિવારના પ્રેરણાદાયી સહયોગ થી થરા બસ સ્ટેન્ડ ખાતે શ્રી જલારામ જલસેવા ઠંડા પાણીની પરબ નો આજરોજ તા.૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ બપોરે ૩ કલાકે જલારામ મંદિરના પૂજારી લાભશંકરભાઈ મહાદેવભાઈ જોષીની પાવન નિશ્રામાં શાસ્ત્રી રાઘવેન્દ્ર કે.જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, શ્રી ઓગડવિદ્યા મંદિરના પ્રમુખ ધીરાજકુમાર કે.શાહના વરદ હસ્તે રીબીનકાપી તાણા સરપંચ દશરથભાઈ આઈ.ઠક્કર, ભગવાનભાઈ ઠક્કર (બંધુ), જૈન શ્રેષ્ઠી અતુલભાઈ શાહ, નગર પાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ, વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા,રાયમલભાઈ ચૌધરી, થરા શહેર ભાજપ પુર્વપ્રમુખ કનુભાઈ બી.ઠક્કર, ભરતસિંહ વાઘેલા ભલગામ,શરદ સાંપરિયા, વિજયભાઈ ઠક્કર ટેસ્ટી,થરા શહેર ભાજપ મહામંત્રી અલ્પેશભાઈ શાહ,ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,નાગરિક મંડળીના મેનેજર તરૂણભાઈ ઠક્કર,રાજુ ઠક્કર લાટી,ૠત્વિક ઠકકર,જસુભાઈ ઠક્કર (દલાલ), જયંતીભાઈ રાવળ (હલો) ની હાજરીમાં જલસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ત્યારે વિશાળ સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.શ્રી જલારામ જલસેવા કેન્દ્રના સહયોગી અચરતલાલ ઠકકર તેમજ નિરંજનભાઈ ઠકકરે સૌનું
સન્માન કરી ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા




