NANDODNARMADA

રાજપીપળા : વ્યાજ સાથે સવા કરોડ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતા ૦૭ વિરુધ ફરિયાદ

રાજપીપળા : વ્યાજ સાથે સવા કરોડ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતા ૦૭ વિરુધ ફરિયાદ

રાજપીપલા : જુનેદ ખત્રી

બેફામ બનેલા વ્યાજખોરો વિરુધ ગુજરાત સરકારે અને પોલીસે કમર કસી છે ખાસ કરીને બેફામ વ્યાજની ઉઘરાણી કરતા તત્વો સામે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં પણ ગેરકાયદેસર વ્યાજ ની ઉઘરાણી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે

હાલમાંજ કવોરીનો ધંધો કરતા એક વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ૦૭ ઈસમો વિરૂદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

સમગ્ર મામલો એમ છે કે ફરીયાદી નરેશકુમાર માણેકલાલ પટેલ ઉ.વ પર ધંધો-ક્વોરીનો બિઝનેસ મુળ રહે. ગામ-વાસલા તા.ગરૂડેશ્વર ને આરોપીઓ (૨) મનસુખભાઈ અમરશીભાઈ પટેલ રહે.૩૦૧, શિવાલીક રેસીડન્સી, સમા-સાવલી રોડ, સમા તળાવ નજીક, જી.ઈ.બી ઓફીસની પાછળ, વડોદરા (૩) રમેશભાઈ પ્રજાપતિ રહે.વડોદરા અભિનવ પાર્ક, અયપ્પા ગ્રાઉન્ડની નજીક, ગાર્ડનની સામે સમા-સાવલી રોડ, ચાણક્યપુરી (૪) જયેશભાઈ પટેલ રહે.વડોદરા (૫) ગિરીશભાઈ ટી.પટેલ રહે.વડોદરા એ ૨૦૧૨ થી સને ૨૦૨૦ સુધીમાં ફરી.ને કુલ રૂ.૧,૦૮,૫૦,૦૦૦/- કેશથી તથા ચેકથી ૩ % વ્યાજ દરથી આપેલ હતા જે પૈકી વ્યાજ સહિત રૂપિયા ૧,૨૦,૦૦,૦૦૦/- ની ફરી.એ તેમની પ્રોપર્ટી વેચીને તેમને પરત આપેલ તેમ છતાં આરોપી ન ૨ થી ૫ નાઓની વ્યાજ સહિતની મુડી રૂ.૧,૬૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ સાઈઠ લાખ પુરા) ની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આજથી વીસ દિવસ પહેલા આરોપીઓ (૧) દિલીપસિંહ ગોપાલસિંહ ગોહિલ રહે.વસંતપુરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા (૨) મનસુખભાઈ અમરશીભાઈ પટેલ રહે.૩૦૧, શિવાલીક રેસીડન્સી, સમા-સાવલી રોડ, સમા તળાવ નજીક, જી.ઈ.બી ઓફીસની પાછળ, વડોદરા (૩) રમેશભાઈ પ્રજાપતિ રહે.વડોદરા અભિનવ પાર્ક, અયપ્પા ગ્રાઉન્ડની નજીક, ગાર્ડનની સામે સમા-સાવલી રોડ, ચાણક્યપુરી (૪) જયેશભાઈ પટેલ રહે.વડોદરા (૫) ગિરીશભાઈ ટી.પટેલ રહે.વડોદરા (૬) ગજેન્દ્રસિંહ ઉર્ફે ગિરીશભાઇ ગોહિલ રહે. ગોપાલપુરા તા.નાંદોદ જી.નર્મદા ગરૂડેશ્વર ખાતે ફરીયાદીની ક્વોરી પર જઈ ફરી, ને ધાકધમકી આપી ક્વોરીનો કબ્જો તેમના નામે કરવા તથા ફરી.ની એન.એ કરેલ જમીનનો કબ્જો તેમના નામે કરવા દબાણ કરી તમામે ફરી.ને મા-બેન સમોણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી નં.૧ નાઓ પાસેથી ફરી.એ રૂપિયા ૧૭,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા સત્તર લાખ પુરા) ત્રણ ટકાના વ્યાજે લીધેલ હતા જે રૂપિયાના ફરી.એ પાંચ હપ્તા પ૧,૦૦૦/- લેખે ૩૨,૫૫,૦૦૦/- (બે લાખ પંચાવન હજાર પુરા) ચુકવેલ હતા તેમ છતાં આરોપી નં.૧ એ આપેલ રૂપિયા ૧૭,૦૦,૦૦૦/- નું વ્યાજ ૨,૭૦,૫૫,૭૨૪/- (અંકે રૂપિયા બે કરોડ સિતેર લાખ પંચાવન હજાર સાતસો ચોવીસ પુરા) ની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તથા આરોપી (૭) કેતનભાઈ રહે.રાજપીપલા નાઓ પાસેથી ફરી. એ રૂ.૭,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા સાત લાખ પચાસ હજાર પુરા) ૩ % વ્યાજે લીધેલ હતા અને તેઓ વ્યાજ સહિત રૂ. ૧૩,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા તેર લાખ પચાસ હજાર પુરા) ની જે તમામ આરોપીઓએ ફરી.ને આપેલ રૂપિયાના ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

[wptube id="1252022"]
Back to top button