
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૮.૮.૨૯૨૩
તારીખ 28/8/2023 ને સોમવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં રક્ષાબંધન નિમિત્તે રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાખડી સ્પર્ધામાં ધોરણ 5 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માદયમ ના 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓએ રંગબેરંગી, આકર્ષક અને મનમોહક રાખડીયો બનાવીને બધાને આકર્ષિત કર્યા હતા.આવી સ્પર્ધાઓ યોજવાનું મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાણીએ.આ રાખડી સ્પર્ધામાં સૌથી સારી રાખડી બનાવનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વિજેતા બનનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય એ અભિનંદન પાઠવ્યા અને આવી દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.










