BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી તાલુકાના જબુગામે ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો બે હીટાચી મશીન અને બે ટ્રક જપ્તે કર્યા.

બોક્સ:-ગઇ કાલેરાતે જબુગામ ના જાગૃત નાગરિકોએ જબુગામ ગ્રામ પંચાયતની હદમાં ઓરસંગ નદીના પટમાં થઈ રહેલા ગેર કાયદે રેતી ખનન ને અટકાવી.

બોડેલી મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરી.ખાણ ખનીજ વિભાગ તેમજ બોડેલી મામલતદાર ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.બે હિટાચી મશીન તેમજ બે હાઇવા ટ્રક ઝડપાઇ ચાર વાહનો નો કબજો હાલ ગ્રામ પંચાયતના સરપંચ ને સોંપવા માં આવ્યા.

હજારો ટન રેતી નું ગેરકાયદેસર ખનન થયું હોવાના આક્ષેપો કરતા ગ્રામજનો જબુગામ પાઇપ ફેકટરી ની સામેના મેરિયા વિસ્તાર માં થી પસાર થતી ઓરસંગ નદી માંથી બેફામ રીતે થઈ રહેલા રેતી ખનન ને ગ્રામજનોએ અટકાવ્યું હતું અને ખાન ખનીજ તેમજ બોડેલી મામલતદારને ઘટના સ્થળે બોલાવ્યા હતા.

ઓરસંગ નદીના પટમાં અનેક લીજો આવેલી છે અને સેકડો ની સંખ્યામાં ઓરસંગ નદી કિનારે સ્ટોક હોલ્ડરો દ્વારા સ્ટોક કરવામાં આવે છે જેમાં કેટલા લીગલી અને કેટલા અનલીગલી છે એ તપાસ થાય તો ઘણા કૌભાંડો બહાર આવી શકે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button