તિલકવાડા તાલુકાના નલિયા ગામે બે પ્રેમી પંખીડાઓ દ્વારા આપઘાતનો પ્રયાસ
પરિવારે પ્રેમિકાની અન્ય જગ્યાએ લગ્નની તૈયારી કરતા બંને એ ઝેરી દવા ગટગટાવી
રાજપીપલા : જુનેદ ખત્રી
તિલકવાડા તાલુકાના નલિયા ગામે બે પ્રેમી પંખીડા હોય એક સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે
પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ તિલકવાડા તાલુકાના નલિયા ગામે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પ્રેમ સંબંધ હતો ત્યારે પ્રેમિકાના પરિવાર દ્વારા તેની લગ્ન અન્ય જગ્યા ઉપર કરવાની વાત કરતા પ્રેમી પંખીડાઓને મનમાં લાગી આવતા બંને ઝેરી દવા ગટગટાવી છે ત્યારબાદ બેભાન અવસ્થામાં બંને પ્રેમી પંખીડાઓને સારવાર છે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
[wptube id="1252022"]





