બેઢીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી એમજીવીસીએલ નું ટ્રાન્સફોર્મર ખસેડી લેતા પોલીસ મથકે ફરિયાદ.

તારીખ ૧૬ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગામ નજીક આવેલ સંતોષી પેટ્રોલ પંપ ની બાજુમાં એમજીવીસીએલ નુ ટ્રાન્સફોર્મર ગત તા ૧૧/૦૪ થી ૧૫/૦૪ સુઘી કોઇ પણ સમયમા કોઈ અજાણ્યા ઈસમએ બદ દાનત થી ખસેડી લઈ જઈ જતા ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ વેજલપુર રોડ પર સંતોષી પેટ્રોલ પંપ બાજુમાં નવા ઔદ્યોગિક કનેક્શન આપવા માટે એમજીવીસીએલ દ્વારા ૧૦ કે.વી નું નવુ ટ્રાન્સફોર્મર અને ૧૧ કે.વી ની લાઈન ઉભુ કરવામાં આવ્યુ હતુ. એમજીવીસીએલનાં કોન્ટ્રાક્ટ નાં માણશો નવા ઔધોગિક કનેકશન માટે સ્થળ ઉપર ગત તા ૧૧/૦૪ ના રોજ જતા ટ્રાન્સફોર્મર સેન્ટર ની એન્ગલો ખોલી ને કોઈક અજાણ્યા ઈસમ દ્વારા રૂ ૩૯,૯૦૦/ ની કિંમત નું ટ્રાન્સફોર્મર ખસેડી લેતા ત્યા કોઈ ટ્રાન્સફોર્મર જોવા મળેલ નહી જેથી જુનિયર એન્જીનીયર સબ ડિવિઝન અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ને સાથે લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તપાસ શોધખોળ કરતા ટ્રાન્સફોર્મર મળી આવેલ નહોતુ જે બાબતે જરૂરી પંચ ક્યાસ કરી આ બાબતની ફરીયાદ વેજલપુર એમજીવીસીએલ પેટા વિભાગ કચેરી ના નાયબ ઈજનેર કમલેશભાઇ જેતાભાઇ સંગાડા દ્વારા નોંધાવતા પોલીસે ગુજરાત ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ ૧૩૬(૧) એ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.










