ANANDANAND CITY / TALUKO

આણંદ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

આણંદશક્રવાર :: આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આણંદ તાલુકાના રામનગર ખાતે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સેમિનારમાં જયભારતી ફાઉન્ડેશનના પ્રમુખશ્રી હંસાબેન રાજે પ્રાસંગિક ઉદ્બોધન કરતા મહિલાઓના સશક્તિકરણતેમની સંસ્થા દ્વારા થતી મહિલાલક્ષી કામગીરીતેમજ સ્ત્રીઓને સશક્તતાની સાથે ભણતર આપવા પર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના ફિલ્ડ ઓફિસરશ્રી ફાલ્ગુની સોલંકીએ કચેરીમાં કાર્યરત વ્હાલી દીકરીબેટી-બચાઓ બેટી-પઢાઓમહિલા શક્તિ કેન્દ્રગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના,સ્વધાર ગૃહવિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તેમજ મહિલાઓને આર્થિક પગભર થવા માટેની મહિલા સ્વાવલંબન યોજના વિશેની જાણકારી પૂરી પાડી હતી.

આ સેમિનારમાં નારી અદાલતના જિલ્લા કો-અર્ડિનેટર કોમલબેન દ્વારા નારી અદાલતની તમામ કામગીરીનીસખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર પાયલબેન પુરબીયાએ સખી વન સ્ટોપ સેન્ટરપોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની તેમજ તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજિક કાર્યકર ચંદ્રિકાબેન તથા ધર્મિષ્ઠાબેને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશે માહીતી આપીને ઉપસ્થિતોને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી.

આ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ અંતર્ગત ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છેઆ કાયદા હેઠળ કોણ મદદ કરી શકેકાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષારહેઠાણનાણાકીય રાહત અને ભરણ પોષણબાળકનો કબજોવળતર તથા વચગાળાના હુકમ, દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સ્ટાફતેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button