ANANDUMRETH

ફાયર સેફ્ટીના અભાવે ઉમરેઠના લીંગડા ખાતે આદર્શ કોમ્પલેક્ષ સીલ કરાયું.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

રાજકોટ ગેમ ઝોન માં થયેલ અગ્નિકાંડના પગલે સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્ટી ન હોય તેવા વિવિધ સંકુલમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના પગલે છેલ્લા બે-ત્રણ દિવસ થી ઉમરેઠમાં ફાયર સેફ્ટી ની તપાસ માટે નિમાયેલ કમિટિ દ્વારા પણ ઉમરેઠ પંથકમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિત હોસ્પિટલ શોપિંગ મોલ, શોપિંગ સેન્ટર જેવી ભારે અવર જવર વાળી જગ્યા પર ફાયર સેફ્ટી ને લઈ ચકાસણી હાથ ધરવામાં આવી છે. આજે ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે આવેલ આદર્શ કોમ્પલેક્ષમાં તાલુકા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી જેમાં સદર કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી ની સદંતર અવગણના કરવામાં આવી હોવાનું ફલિત થતા તાત્કાલિક અસર થી આદર્શ કોમ્પલેક્ષ ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ઉમરેઠ તાલુકા મામલતદાર નિમેષ પારેખ જણાવ્યું હતુ કે કલેક્ટરશ્રી દ્વારા નિમવામાં આવેલ કમિટીના સભ્યો દ્વારા આજે આદર્શ કોમ્પ્લેક્ષ ની મુલાકાત કરવામાં આવી હતી જેમાં ફાયર એન.ઓ.સી સહિત ફાયર એક્ઝીટ જેવી તૂટી જણાતા કમિટી દ્વારા જ્યાં સુધી સદર ત્રૂટી દૂર ન થાય ત્યાં સુધી શીલ મિલકત સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઉમરેઠમાં હોસ્પિટલ, સ્વીમિંગ પૂલ સહિત વધુ અવરજવર વાળી જગ્યા પર મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button