આણંદ મરી મસાલામાં ઇથીલીન ઓક્સાઇડના વપરાશ અંગેની ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ
આણંદ મરી મસાલામાં ઇથીલીન ઓક્સાઇડના વપરાશ અંગેની ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ
જિલ્લાના વિવિધ સ્થળોએથી મરી મસાલાના ૦૯ નમુનાઓ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા
તાહિર મેમણ – આણંદ : 17/05/2024 – લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાય તે માટે આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમયાંતરે ખાદ્ય વસ્તુઓના નમુના લઈ ચકાસણી કરવામાં આવે છે.
તાજેતરમાં આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા બજારમાં વેચાતા મરી મસાલામાં ઇથીલીન ઓક્સાઇડના વપરાશ અંગેની ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં આણંદ, નાવલી, ભાદરણ, પેટલાદ, સોજીત્રા, બોરસદ અને ખંભાતમાં આવેલ ૧૯ પેઢીઓની તપાસ કરી ગરમ મસાલાના ૦૫, હળદર પાવડરના ૦૨ અને મરચા પાવડરના ૦૨ નમુનાઓ મળી કુલ ૦૯ નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે. પૃથ્થકરણના અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ડેઝીગ્નેટેડ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.








