
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ફરી ખેડૂતોને રડાવ્યા કેળા, પપૈયા, કેરી સહિતના પાકને ભારે નુકશાન
નર્મદા : જુનેદ ખત્રી
અચાનક આવેલા વાવાઝોડા સાથેના વરસાદે નર્મદા જિલ્લામાં પણ તારાજી સર્જી છે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના મલક પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે
સોમવારે અચાનક વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં નર્મદા જિલ્લાના ખેડૂતોના મબલખ પાક ને નુકશાન થવા પામ્યું છે રાજપીપલા, સહિત આસપાસના તમામ ગામોમાં ઊભા કેળા, પપૈયા તેમજ કેરી સહિતના પાકને ભારે નુકશાન થતાં ખેડૂતોના માથે આભ ફાટયું છે
અગાઉ નર્મદા ડેમમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા પાકો ધોવાયા હતા , તેમજ થોડા દીવસ અગાઉ કમોસમી વરસાદમાં આંબા ઉપરના મોર ખરી પડ્યા હતા ત્યારે કેરીનો પાક ઓછો આવ્યો છે અને ફરી માવઠું અને પવને ખેડૂતોને આફતમાં મૂક્યા છે ખેડૂતોને સતત ચોથીવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે
પોતાની હૈયવરાળ સાથે ખેડૂત મહેન્દ્રભાઈ પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે જગતનો તાત મુશ્કેલીમાં છે વારંવાર કુદરતી અને માનવસર્જિત અફતોથી અમારો પાક નષ્ટ થઈ જાય છે હાલમાં અમે કેળાની ખેતી કરી રહ્યા છે જેમાં તૈયાર પાક છે ત્યારે વાવાઝોડાના કારણે કેળના થડ તૂટી જતા લખોનું નુકસાન થયું છે સરકાર લાખોના નુકશાન સામે પાંચ દશ હજાર આપે એ યોગ્ય નથી ત્યારે એકર દીઠ સરકાર ૫૦ હજાર નું વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે