NATIONAL

Manipur : મણિપુર હિંસાની ઘટનાને કાબૂ ના મેળવી શકનાર સરકાર વીડિયો-તસવીરોને ફેલાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી કરશે

મણિપુર(Manipur)માં છેલ્લા પાંચ મહિનાથી વધુ સમય થયો પરંતુ હિંસા અટકાવનું નામ લઇ રહી નથી. હિંસા સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સૌ પ્રથમ મહિલાઓની પરેડનો વીડિયો વાયરલ થયો અને પછી બે યુવકોને ગોળી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈ હવે રાજ્ય સરકારે હિંસા ભડકાવતા વીડિયો સામે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં હિંસા અને સંપત્તિને નુકસાન દર્શાવતા વીડિયોને વાયરલ થતા રોકવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જે કોઈ પણ આવા વીડિયોને પ્રમોટ કરશે તેની સામે કેસ નોંધાશે.
સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો સતત વાયરલ થયા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં, કુકી સમુદાયના જૂથ દ્વારા મેઇતેઇના બે યુવાનોને ગોળી મારવામાં આવી હતી અને પછી તેમને ખાડામાં દફનાવવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જો કે, ઘટનાસ્થળ અને દફનસ્થળ હજુ સુધી જાણી શકાયું નથી. એવામાં આવા વીડિયો પ્રમોટ ન થાય અને હિંસામાં વધારો ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મણિપુરના ગૃહ વિભાગે એક આદેશ જારી કરીને કહ્યું કે, મામલાની તપાસ કર્યા બાદ સરકારે હિંસા ઉશ્કેરતા વીડિયો અને તસવીરો ફેલાવવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે, જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને પર સખત કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે IPC અને IT એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button