
તા.૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા વિધાનસભા મતદાર વિભાગ સંલગ્ન તમામ મામલતદાર ઓફિસો ખાતે નિદર્શન કેન્દ્રનો પ્રારંભ
Rajkot: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને મતદાતાઓને ઇ.વી.એમ. મતદાન પ્રક્રિયા અંગે સરળતાથી જાણકારી અને પ્રેક્ટીકલ અનુભવ મળે તે અર્થે રાજકોટ કલેકટર કચેરી સ્થિત જન સુવિધા કેન્દ્ર ખાતે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર કલેકટર શ્રી પ્રભવ જોશીના હસ્તે ચૂંટણી અધિકારી શ્રી એસ. જે. ખાચરની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકાયું હતું

આ પ્રસંગે કલેકટરશ્રી પ્રભવ જોષીએ ઇ.વી.એમ.ની સ્વિચ દબાવી ઇ.વી.એમ.ની કામગીરીની ચકાસણી કરી હતી. અને નિદર્શનની સમગ્ર પ્રક્રિયાનો શુભારંભ કરાવવ્યો હતો.

ચૂંટણી અધિકારીશ્રી ખાચરના જણાવ્યા મુજબ રાજકોટ શહેર પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગ સહિત રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા મતદાન વિભાગમાં પણ ઇ.વી.એમ.નિદર્શન કેન્દ્ર આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ મામલતદાર ઓફિસ, રાજકોટ ગ્રામ્ય તેમજ લોધિકા, કોટડા સાંગાણી, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા મામલતદાર કચેરી ખાતે અને જસદણ, વિછીયા, ગોંડલ, જેતપુર સેવા સદન ખાતે પણ લોકોને મતદાન પ્રક્રિયા સુવિધાર્થે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે.
આ પ્રસંગે મામલતદારશ્રી (રાજકોટ શહેર પશ્ચિમ) એમ.ડી. શુક્લ, નાયબ મામલતદારશ્રી વિક્રમસિંહ ઝાલા તેમજ ચૂંટણી સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો








