આણંદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૧૬ તારીખે આણંદ આવશે.
તાહિર મેમણ : આણંદ – 15/04/2024- સોમવાર :: આણંદ શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર સભામાં તા.૧૬/૦૪/૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી પધારનાર હોઈ આણંદ શહેરી વિસ્તારમાં માન્યાની ખાડથી સ્વામિનારાયણ મંદિર સુધી તથા ટાઉનહોલ ચાર રસ્તાથી બેઠક મંદિર સુધીના માર્ગ પર ટ્રાફીક નિયમન જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૧૬/૦૪/૨૦૨૪ ના સવારના ૦૭-૦૦ કલાકથી બપોરના ૦૩-૦૦ કલાક દરમિયાન માન્યાની ખાડથી અંબેમાતાજી મંદિર સુધી અને ટાઉનહોલ ચાર રસ્તાથી રણછોડજી મંદિર સુધી ડાયવર્ઝન આપવા હુકમ ફરમાવેલ છે.
આ જાહેરનામા મુજબ માન્યાની ખાડ ગોપી સિનેમાથી જતા વાહનો ટાઉનહોલ ત્રણ રસ્તા ગ્રીડ ચોકથી નવા બસ સ્ટેન્ડ થઈ ટાવર બજાર તરફ જઈ શકશે. તેમજ ટાઉનહોલ ચાર રસ્તા પાસે રણછોડજી મંદિર તરફ જતા વાહનો ટાઉનહોલ ત્રણ રસ્તા ગ્રીડ ચોકડીથી નવા બસ સ્ટેન્ડ થઈ ટાવર બજાર તરફ જઈ શકશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.