નાગરિકો પોતાની જવાબદારી સમજી ટ્રાફીકના નિયમ પાળે તે ખુબ જ જરૂરી જિલ્લા કલેકટર ચૌધરી

નાગરિકો પોતાની જવાબદારી સમજી ટ્રાફીકના નિયમ પાળે તે ખુબ જ જરૂરી જિલ્લા કલેકટર ચૌધરી
તાહિર મેમણ : આણંદ 15/02/2024- ગુરુવાર :: જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષકઅતુલકુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં “સડક સુરક્ષા જીવન રક્ષા” સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ – ૨૦૨૪ નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્ર્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.એન.હાઈસ્કુલ, આણંદ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને જ આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હ્તું. નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવી તંત્ર દ્વારા જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરી વિશે જણાવ્યું હતું. વધુમાં કલેકટરશ્રીએ ૧૮ વર્ષથી ઓછી વયના નાગરિકોને વાહન નહી ચલાવવા તેમજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિએ લાયસન્સ વિના વાહન ન હંકારવા, હેડફોન કે ઈયરબડ પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી અને સીટબેલ્ટ બાંધીને માર્ગની ડાબી બાજુએ જ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.