GUJARATJETPURRAJKOT

નારી સંરક્ષણ ગૃહ રાજકોટ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરાયું

તા.૨૧/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

નારી સંરક્ષણ ગૃહ રાજકોટ ખાતેથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનિ દવેના માર્ગદર્શન હેઠળ નારી સંરક્ષણ ગૃહ ખાતે આશરો લઈ રહેલા વિધવા, ત્યક્તા, બળાત્કારના ભોગ બનનાર તેમજ સમાજથી તરછોડાયેલા બહેનો માટે મનોરંજનના ભાગરૂપે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

સહેલી લેડીઝ ક્લબ, રાજકોટ તેમજ ભાવિનભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક સ્થળોએ પિકનિકનું આયોજન કરવામાં આવેલ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે વીરપુર જલારામ મંદિર, કાગવડ ખોડલધામ મંદિર, ગોંડલ ભુવનેશ્વરી મંદિર, સ્વામિનારાયણ મંદિર રાત્રે લાઇટ શો તેમજ શિવ મંદિર લઇ જવામાં આવ્યા હતા. તમામ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવાસની મજા માણી હતી.

જેમાં નારી સંરક્ષણ ગૃહના સંચાલકશ્રી ગીતાબેન ચાવડા તથા સમગ્ર સ્ટાફ દ્વારા આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button