
હળવદના દીઘડીયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદના દીઘડીયા ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે દબોચી લીધા છે. જેમાં વાસુદેવભાઈ ઉર્ફે વાસુભાઈ ભીખાભાઈ કાંજીયા, મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ બાબુભાઈ ઈટોદરા, વાઘજીભાઈ દિપુભાઈ કાંજીયા, રવિભાઈ રઘુભાઈ કાંજીયા અને હિતેશભાઈ લાભુભાઈ કાચરોલા રહે તમામ દીઘડીયા વાળાને રોકડ રકમ 97,100, મોબાઈલ ફોન નંગ-5, કિંમત રૂપિયા 11,000 મળી કુલ રૂપિયા 1,08,100નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]









