યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે WAAH કમ્યુનિટી સાયન્સ સેન્ટર નો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો

24 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાટણ જિલ્લામાં સવૅપ્રથમ એવાં WAAH કમ્યુનિટી સાયન્સ સેન્ટર નો ઉદ્ધાટન કાર્યક્રમ આજરોજ યોઞાજલિ કેળવણી મંડળ ઞણેશપુરા સંચાલિત યોઞાજલિ વિદ્યાવિહાર ખાતે યોજાયેલ જેમાં WAAH ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી પ્રફુલભાઈ અમીન અને જાણિતા મહર્ષિ શ્રી અરવિંદ ના સાધક જ્યોતિબેન થાનકી નાં વરદ હસ્તે સાયન્સ સેન્ટર દિપપ્રાઞટ્ય કરી ખુલ્લું મુકાયું હતું ત્યારબાદ યોજાયેલા પ્રાસંગિક કાયૅ ક્રમ માં જાણિતા પ્રસાદ ઞ્રુપ નાં માલિક શ્રી પ્રકાશભાઈ શાહ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સભ્ય શ્રી જશુભાઇ રાવલ, પાટણ જિલ્લા સંચાલક મંડળ ના અધ્યક્ષ કાનજીભાઈ પટેલ,રિઝીયોનલ સાયન્સ સેન્ટર પાટણનાં ડાયરેક્ટર શ્રી, પાટણ જિલ્લા આચાર્ય સંઘ નાં પ્રમુખ શ્રી મનિષભાઇ પટેલ અને અનેક સિદ્ધપુરના ઞણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમઞ્ર કાયૅ ક્રમ નું મુખ્ય મહેમાન પદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ શોભાવ્યું હતુ અને અતિથિ વિશેષ પદે સિદ્ધપુર શાસનાધિકારી શ્રી જયરામભાઈ જોષી હાજર રહ્યા હતા કાયૅ ક્રમ નાં સ્વાગત અને WAAH ફાઉન્ડેશન વિશે સંસ્થા સેક્રેટરી કુમારી જીજ્ઞાબેન દવેએ વિસ્ત્રુત સમજ આપી સિધ્ધપુર શહેર અને તાલુકા માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વરદાન રૂપ સાબિત થઇ વિદ્યાર્થીઓની પ્રઞતિમા ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું આજના વિશેષ પ્રસંગે પ્રસાદ ઞ્રુપના માલિક શ્રી પ્રકાશભાઈ શાહ નું યોઞાજલિ કેળવણી મંડળ દ્વારા અભિવાદન પત્ર અપૅણ કરી સન્માન કરાયું હતુ જ્યારે WAAH ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી પ્રફુલભાઈ અમીનનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ







